તલાટીની પરીક્ષામાં હાઈટેક ટેક્નોલોજીથી ચોરી કરતા 2 વિદ્યાર્થી ઝડપાયા
પોલીસ ઘટનાની તપાસ કરતા રમેશ ગોલાણીને તેની પત્ની વર્ષાબેન ગોલાણી અને જયેશને તેનો મોટોભાઇ દિનેશ પટેલ ઘેર બેઠા પેપરના જવાબ લખાવતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ ચારેય આરોપીઓ સામે આઇપીસીની સાથે આઇટી એકટની કલમો લગાવાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં તલાટીની પરીક્ષા લેવાઈ હતી. જેમાં બે વિદ્યાર્થીઓ હાઈટેક ગેજેટ પહેરીને પરીક્ષાખંડમાં બેઠા પછી તેમને ધરેથી બે મહિલાઓ પેપર લખાવી રહી હતી. આ ઘટનામાં પોલીસે એક વિદ્યાર્થી અને ભાજપના યુવા મોરચાના પૂર્વ હોદ્દેદાર રમેશ નરશીભાઇ ગોલાણી તથા જયેશ વાસુદેવભાઇ પટેલની ધરપકડ દરમિયાન આ સમગ્ર મામલો બહાર આવ્યો છે.
સુરેન્દ્રનગર: આજકાલ ટેક્નોલોજીનો એટલો બધો વિકાસ થયો છે કે માણસ દરેક પળે તેનો ઉપયોગ છોડવાનો મોકો છોડતો નથી. આવો જ કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યો હતો. રાજ્યમાં રવિવારે યોજાયેલ તલાટીની પરીક્ષામાં ચાર વિદ્યાર્થીઓ હાઈટેક સાધનો વડે ચોરી કરતા હોવાનો સનસનીખેજ ખૂલાસો થયો છે. આ ઘટનામાં બે વિદ્યાર્થીઓને પકડી લેવામાં આવ્યા છે. આ બન્ને વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં બેઠા પછી ઘરેથી બે મહિલાઓ તેમને લખાવી રહી હતી. પોલીસે આ બે મહિલાઓની પણ ધરપકડ કરી લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -