હિંમતનગરઃ મંદિરથી પરત ફરતી વકીલ યુવતીની છેડતી અને અપહરણનો પ્રયાસ, પછી શું થયું?
પોલીસે હાલ આ મામલે વધુ તપાસ કરવાની શરૂઆત કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને જગ્યા પર હાજર લોકોના નિવેદન લેવાની તજવીજ શરુ કરવામાં આવી છે. આ સીસીટીવી અને લોકોના નિવેદનને આધારે યુવકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતીએ યુવકોનો પ્રતિકાર કરતા બન્ને યુવાનોએ ગાળો બોલી જાનથી મારવાની કોશિશ કરી હતી. સાથે જ યુવતીને હાથ પકડીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ યુવતીએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બૂમાબૂમ થતાં ડરી ગયેલા બંને યુવકો નાસી છુટ્યા હતા.
હિંમતનગર : સાબરકાંઠાના હિંમતનગરમાં વકીલ યુવતીને એકલી જોઈને બે યુવકોએ છેડતી અને અપહરણ કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય યુવતી રાતે મંદિરેથી દર્શન કરી ઘરે જવા નીકળી હતી. ત્યારે અચાનક રાતના અંધારામાં બે યુવકોએ આ યુવતીને ઊભી રાખીને પકડવાની કોશિશ કરી હતી.
આ અંગે વકીલ યુવતીએ હિંમતનગર પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. અપહરણ અને છેડતી સાથે જાનથી મારી નાખવાના પ્રયાસની ફરિયાદ યુવતી દ્વારા બે યુવકો સામે હિંમતનગર બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવામાં આવતાં પોલીસે આ બંને યુવકોની અટક કરી છે અને જેલ હવાલે કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -