નોરતામાં સાર્વત્રિક વરસાદને કારણે રાસોત્સવના મેદાન બન્યાં સરોવર, ગરબા ખેલૈયા નિરાશ, ખેડૂતો ખુશખુશાલ
આ ઉપરાંત જુનાગઢ શહેર, જુનાગઢ ૧૫૬ મી.મી વંથલીમાં ૧૩૭ મી.મી. સૂઈગામમાં ૧૩૦મીમી અને કુતિયાણામાં ૧૨૭મીમી મળી કુલ પાંચ તાલુકાઓમાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજયના ટંકારા તાલુકામાં ૧૧૯ મીમી, ધ્રોલમાં ૧૦૯ મી.મી મળી કુલ બે તાલુકામાં ચાર ઇંચથી વધુ, રાપરમાં ૮૦ મી.મી રાધનપુરમાં ૮૪ મી.મી. જામકંડોરણામાં ૮૪ મી.મી. ભરૂચમાં ૭૪ મી.મી. નાંદોદમાં ૭૪ મી.મી. કરજણમાં ૮૧ મી.મી વડીયામાં ૭૫ મી.મી. મળી કુલ ૮ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસતત પાંચમા દિવસે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. વરસાદને કારણે ગરબા રસિકોનો મૂડ ખરાબ થઈ ગયો છે. રાસોત્સવનાં મેદાન સરોવર બની ગયા હોવાથી ખેલૈયાઓની નવરાત્રીની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું છે. જોકે પાછોતરા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામે ગરબાનાં મસમોટાં આયોજકોને રાતે પાણીએ ન્હાવાનો વારો આવ્યો છે. બુધવારે પણ સમગ્ર રાજ્યમાં 1થી 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી હોવાના કારણે લોકોને રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.
સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં ૯૫.૨૬ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૮૮.૧૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૮૧.૨૭ ટકા, કચ્છમાં ૭૬.૪૫ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૭.૧૧ ટકા જેટલો સરેરાશ નોંધાયો છે. રાજયના સ્ટેટ ઈમનજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૦૫.૧૦.૨૦૧૬ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન કચ્છ જિલ્લાના ભચાઉમાં ૧૭૫ મીમી એટલે કે ૭ ઇંચથી વધુ, રાજકોટ જિલ્લાના લોધિકામાં ૧૫૬ મીમી અને જામનગર જિલ્લાના લાલપુરમાં ૧૫૫ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ૭૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે જે પૈકી ભચાઉમાં સાત ઇંચ, લોધિકા અને લાલપુરમાં છ-છ ઇંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગો અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદ થઇ રહ્યો છે. રાજયમાં મેધરાજાની બીજી સવારી આવી છે. છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૭૯ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. આ સાથે રાજયનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૮ ટકા જેટલો નોંધાયો છે.
જ્યારે ભાભર તાલુકામાં ૪૮ મી.મી. દીયોદરમાં ૫૭ મી.મી. મોડાસામાં ૫૨ મી.મી. ખંભાતમાં ૫૬ મી.મી., હાલોલમાં ૫૪ મી.મી., શહેરામાં ૫૪ મી.મી. બાલાશિનોરમાં ૫૬ મી.મી. કોટડા સાંગાણીમાં ૫૩ મી.મી. જામજોધપુરમાં ૬૩ મી.મી. ખંભાળીયામાં ૫૫ મી.મી. ભેંસાણમાં ૫૧ મી.મી. તલાલામાં ૬૩ મી.મી. અંકલેશ્નરમાં ૬૪ મી.મી. ઝધડિયામાં ૬૦ મી.મી. તીલકવાડામાં ૬૦ મી.મી. ચોર્યાસીમાં ૬૧ મી.મી. ચોરવાડમાં ૬૩ મી.મી. અને સુરત શહેરમાં ૬૮ મી.મી. મળી કુલ ૧૯ તાલુકાઓમાં બે ઇંચથી વધુ જ્યારે અન્ય ૪૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -