સચિન તેંડુલકરે કચ્છના ઐતિહાસિક સ્થળની લીધી મુલાકાત, જુઓ Pics
ક્રિકેટર સચિન તેંડુલકર આજે કચ્છના મહેમાન બન્યાં છે. વહેલી સવારે 8 વાગ્યે જેટ એરવેઝની ફ્લાઈટમાં સચિન તેમના પત્ની અંજલિ અને અન્ય ચારેક મિત્રો સાથે ભુજ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ભુજ એરપોર્ટ ખાતે ક્રિકેટર સચિન તેંડુલકરની એક ઝલક જોવા માટે મોટા સંખ્યામાં લોકો એરપોર્ટ પહોંચ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છની મુલાકાત પર આવેલા સચિને પત્ની સહિત માંડવીના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી. જ્યાં તેને જોઈને ફેન્સમાં અનેરું આકર્ષણ જોવા મળ્યું હતું અને લોકોએ સચિન તથા અંજલિને ઘેરી લીધા હતા. સચિનના ફેન્સ વચ્ચે સેલ્ફી લેવાની હોડ જામી ગઈ હતી.
જોકે ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસને જોઈને સચિન પણ અહીં તસવીર પડાવવાથી પોતાને રોકી શક્યો નહોતો. ઉલ્લેખનીય છે કે આ મહેલ ગુજરાતની સાથે સમગ્ર દેશમાં જાણીતો છે. બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મનું શૂટિંગ પણ અહીંયા જ થયું હતું.
ભુજ એરપોર્ટથી સચિન તેંદુલકર અને તેના પત્ની અંજલી માંડવી બીચ જવાના રવાના થયા હતા. સચિન તેંડુલકર માંડવી સેરેના બીચ ખાતે રાત્રી રોકાણ કરશે. તેમની અંગત મુલાકાત હોવાથી મીડિયા દુર રાખવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -