જૂનાગઢઃ પત્નિને પતિએ જ નાના ભાઈ, મિત્ર સાથે સેક્સની પાડી ફરજ, પછી ગુપ્તાંગ પર મારી દીધા ટાંકા...
પોતાનાં કરતૂતનો ભાંડો ફૂટી જતાં પીઠો, તેનો નાનોભાઇ કેશુર અને મિત્ર ભગવાન ફરાર થઇ ગયા છે. તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પતિ-દિયર અને પતિનાં મિત્ર દ્વારા અત્યાચારનો ભોગ બનેલી પિડીતાને સંતાનમાં 3 પુત્રી અને 1 પુત્ર છે. પુત્રી હાલ ધોરણ 12 માં અભ્યાસ કરે છે.
પીઠાની પત્નીને ચાલવાની તકલીફ પડતાં ભાભીઓએ કારણ પૂછ્યું એ વખતે માતાની ઉત્તરક્રિયા પૂરી થઇ ન હોવાથી તેણે હરસ હોવાનું કહ્યું હતું. ઉત્તરક્રિયા પૂરી થયા બાદ ભાભીઓને સમગ્ર હકીકતથી વાકેફ કરતાં બધા ચોંકી ઉઠ્યા હતા. તરત જ તેમણે ભાઈઓને વાત કરી અને યુવતીને લઇ પોલીસ મથકે પહોંચ્યા હતા.
દરમિયાનમાં પીઠાની સાસુનું મૃત્યુ થતાં તેની પત્ની પિયર ગઇ હતી. અહીં તેના ટાંકા પાકી જતાં ચાલવામાં તકલીફ પડતી હતી. આથી ભાભીએ પૂછતાં પીઠાનો ભાંડો ફૂટ્યો હતો. ભાભીઓએ યુવતીના ભાઈઓને કહેતાં તેમણે હિંમત આપતાં બાદમાં પત્નીએ પતિ, દિયર અને પતિનાં મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.
પીઠો પોતે પણ પોતાની હવસ સંતોષતો અને પોતાની પત્નીને નાળિયેરનાં લુંગુથી સાથળ પર માર મારતો. હદ ત્યારે આવી ગઇ કે તેણે પત્નીનાં ગુપ્તાંગને સોય દોરાથી ટાંકા લઇ બંધ કરી દીધું. જો કોઇને આ વાત કહે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી. ડરેલી યુવતીએ કોઇને આ અત્યાચારની વાત નહોતી કરી.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માંગરોળ તાલુકાનાં શીલ તાબેનાં બામણવાડા ગામે લુકડીયા શેરીમાં રહેતો પીઠા રણમલ પીઠીયા પોતાની પત્ની પર અમાનુષી ત્રાસ ગુજારતો. છેલ્લા 10 વર્ષથી તે પત્નિને નાના ભાઇ કેશુર અને મિત્ર ભગવાન રાજશી પીઠીયા સાથે સેક્સ સંબંધો બાંધવાની ફરજ પાડતો.
યુવતીના ગુપ્ત ભાગ પર તેણે નાળિયારના મારથી ફટકા પણ માર્યા હતા. એ પછી તેણે વિકૃત્તિની ચરમસીમા વટાવીને પત્નિના ગુપ્ત ભાગે સોય દોરાથી ટાંકા મારી દીધા હતા. પત્ની પિયરો જતાં અને ત્યાં ટાંકા પાકી જતાં ચાલવામાં તકલીફ પડતી હોઇ ભાભીઓએ પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી.
જૂનાગઢઃ માંગરોળ તાલુકાનાં શીલ પાસેના બામણવાડા ગામે બનેલી એક આઘાતજનક ઘટનામાં ખુદ પતિએ પોતાની પત્નિને પોતાના નાના ભાઇ અને મિત્ર સાથે સેક્સ માણવાની ફરજ પાડી હતી. આ રીતે બબ્બે પુરૂષો સાથે શારીરિક સંબંધોના કારણે પીડાથી કણસતી પત્નિ સાથે પોતે શારીરિક સંબંધો બાંધ્યા હતા.