વડોદરામાં હાર્દિક પટેલ વિરુદ્ધ લાગ્યા હોર્ડિગ્સ, આ પાટીદાર યુવકે હાર્દિક વિશે શું કહ્યું, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી સમયે વડોદરામાં યોજાયેલી હાર્દિક પટેલની સભામાં શ્રેય પટેલ સ્ટેજ પર ચડી વિરોધ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમગ્ર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હોર્ડિગ્સ લગાવવા બાબતે શ્રેય પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ સમાજમાં જાતિવાદનું ઝેર ફેલાવી રહ્યો છે. જેને રોકવું ખૂબ જ જરૂરી છે.
શ્રેય પટેલે આ પોસ્ટરોમાં પાસ સમિતિની આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સરખામણી પણ કરી છે.
વડોદરા: પાટીદાર નેતા હાર્દિક પટેલના વિરોધમાં વડોદરામાં હોર્ડિંગ્સ લગાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં પાટીદાર યુવાન શ્રેય પટેલે લગાવેલા હોર્ડિંગ્સમાં હાર્દિક જાતિવાદનું ઝેર ફેલાવતો હોવા સાથે પાસની આતંકી સંગઠન આઈએસ સાથે સરખામણી કરવામાં આવી છે.
આ અંગે વડોદરા ચકલા સર્કલ, ડેરીડેન સર્કલ અને વુડા સર્કલ ખાતે હાર્દિક પટેલ વિરુદ્ધ હોર્ડિગ્સ લગાવ્યા છે. જેમાં તેને પાટીદાર યુવાનોની મોત માટે પાસ કન્વીનરને જવાબદાર ગણાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -