જસદણ પેટ ચૂંટણી: અવસાર નાકીયાના નામે કેટલી છે સંપત્તિ, જાણો આ રહી વિગત
જસદણ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર અવસર નાકીયા વિરૂદ્ધ જસદણ મામલતદાર કચેરીમાં તોડફોડ કરવાનાં ગુનામાં આઈપીસી કલમ 143 તથા પ્રીવેન્સેન ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ ૩ મુજબનો ગુનો નોંધાયેલ છે.
જસદણ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર અવસર કાનજીભાઈ નાકીયાએ પોતાની જંગમ મિલકત રૂપિયા 5,67,278 દર્શાવી છે. સ્થાવર મિલકત રૂપિયા 33 લાખ બતાવી છે. જ્યારે રોકડ રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 40 લાખ 67 હજાર 278ની સંપત્તિ પોતાના સોગંદનામાં દર્શાવી છે.
જ્યારે તેમનાં પત્ની ગીતાબેન અવસરભાઈ નાકીયાના નામે જંગમ મિલકત રૂપિયા 3,51,674 દર્શાવાઈ છે. જેમાં દાગીનામાં 100 ગ્રામ સોનાનાં દાગીના રૂ. ૩ લાખ, રોકડ રૂ. 25 હજાર મળી કુલ રૂ. 6,74,674ની મિલકત દર્શાવી છે.
જસદણ પેટા ચૂંટણી મામલે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ જે સોંગધનામામાં વિગતો જણાવી તે સામે આવી છે. જેમાં અવસર નાકીયાએ 40.67 લાખ અને તેના પત્નીના નામે 6.76 લાખની સંપતી દર્શાવી છે.
આ સાથે ઢોલ નગારા અને 1 કિમી લાંબી જનમેદની સાથે અવસર નાકીયાએ ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે જસદણ પેટા ચૂંટણી મામલે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ જે સોંગધનામામાં વિગતો જણાવી છે તેની પર એક નજર કરીએ.
જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ માહોલ જામ્યો છે. રવિવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અવસર નાકિયાનું નામ જાહેર કહ્યું હતું. આ સાથે જ જસદણ બેઠક પરની પેટા ચૂંટણીમાં કોળી નેતાનો ગુરૂ-ચેલાનો જંગ ફાઈનલ થઈ ગયો છે.