✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાયડ: પત્ની સુઈ રહી હતી ત્યારે પતિએ જ પત્નીનું ગળું કાપીને કરી હત્યા પછી શું થયું, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Mar 2018 09:46 AM (IST)
બાયડ: પત્ની સુઈ રહી હતી ત્યારે પતિએ જ પત્નીનું ગળું કાપીને કરી હત્યા પછી શું થયું, જાણો વિગત
1

મહિલાની હત્યા કરી તેનો પતિ બે બાળકોને લઈને પલાયન થઇ ગયો હતો. ત્યારે બાયડ પોલીસે હત્યા કરનાર આરોપીની શોધખોળ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

2

મહિલાની લાશને બાયડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવા માટે મંજુરી આપી હતી. ત્યારે આ મામલે બાયડ પોલીસ મથકે અમરતભાઇ મગનભાઇ સોલંકીના ફરિયાદના આધારે કનુભાઇ પ્રેમજીભાઇ પરમાર, વર્ષાબેન રાજેશભાઇ પરમાર અને ચંન્દ્રેશભાઇ જેઠાભાઇ પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા.

3

મહિલાનું મોત થતાં હત્યારો પતિ તેની દેરાણી વર્ષાબેન સાથે પિતરાઇ જેઠ ઘર છોડી ભાગી ગયા હતા. મૃતક મહિલાના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયેલો હતો. હત્યાની ઘટના પગલે દોડી આવેલી બાયડ પોલીસે લાશ હટાવવા મહિલાના પરિવારજનોએ ઇન્કાર કરી દેતાં અને બંને ગુમ બાળકોને શોધવા પોલીસ સહિત ગ્રામજનો જોડાતા બંને બાળકો નજીકના સ્થળેથી મળી આવ્યા હતા.

4

બાયડના હમીરપુર ગામે કનુભાઇ પ્રેમજીભાઇ પરમાર પત્ની ભાવનાબેન વચ્ચે ઘણા સમયથી બોલાચાલી થતી હતી. ત્યારે બુધવારે વહેલી સવારે પતિ-પત્ની વચ્ચે દીકરીની બાધાને લઈને ઉગ્ર બોલાચાલી થતાં પિતરાઇ જેઠ ચંન્દ્રેશભાઇ પરમાર અને દેરાણી વર્ષાબેન પરમાર સાથે મેળા પણું કરી પતિના માથે જાણે મોતનો કાળ સવાર થતાં તેમની પત્ની ભાવનાબેનના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારતા મોત નીપજ્યું હતું.

5

બાયડ: બાયડ તાલુકાના હમીરપુર ગામે બુધવારના વહેલી સુમારે નજીવી બાબતે ઝઘડો થયા હતો ત્યાર બાદ પતિએ પત્નીના ગળાના ભાગે હથિયાર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે અંગે નજીકના પોલીસ સ્ટેશને પતિ, પિતરાઇ જેઠ અને દેરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફરાર પતિની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે અન્ય બે ફરાર આરોપીઓને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા.

  • હોમ
  • ગુજરાત
  • બાયડ: પત્ની સુઈ રહી હતી ત્યારે પતિએ જ પત્નીનું ગળું કાપીને કરી હત્યા પછી શું થયું, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.