ધનસુરાઃ પત્નીના બીજા યુવક સાથે સંબંધને કારણે પતિનો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ધડાકો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Mar 2018 03:11 PM (IST)
1
અરવલ્લીઃ ધનસુરાના રમોસમાં પત્નીના અનૈતિક સંબંધમાં પતિએ આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. પતિએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટના પોલીસમાં પહોંચતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં સૂસાઇડ નોટ મળી આવી છે. આ સૂસાઇડ નોટમાં પત્નીના અનૈતિક સંબંધનો ધડાકો કરાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ અંગેની વિગતો એવી છે કે, ધનસુરાના રમોસમાં રહેતા વ્યક્તિએ પત્ની અને તેના પ્રેમીના માનસિક ત્રાસને કારણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. યુવકે મરતા પહેલા એક ચીઠ્ઠી લખી છે. આ સૂસાઇડ નોટમાં યુવકે પત્નીને અંતિમવિધિ અને મિલકતનો હિસ્સો નહીં બનાવવા જણાવ્યું છે. આ સૂસાઇડ નોટને આધારે ધનસુરા પોલીસે વિધિસરની તપાસ આરંભી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -