અમદાવાદીઓએ 10 લાખથી વધુની લક્ઝુરિયસ કાર ખરીદી હશે તો નહીં બચી શકો! જાણો કેમ
અમદાવાદ: શહેરમાં મોંઘી દાટ કાર લઈને વટ પાડતા લક્ઝુરિયસ કારના માલિકો પર ઈન્કમટેક્સ વિભાગે ખુલાસા નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું છે. 10 લાખથી વધુની કિંમતની કાર ખરીદનારાઓ હવે આઈટી વિભાગના સંકાજમાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈટી વિભાગે હવે આરટીઓ પાસેથી આવી મોંઘી કારના રજિસ્ટ્રેશન થયેલી વિગતો મેળવીને કાર ખરીદનારા અંદાજે 5,000 જેટલા કાર માલિકોને નોટિસ આપીને સાત દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે. અધિકારીઓને શંકા છે કે લક્ઝુરિયસ કાર ખરીદનારાઓ ઓછું રિટર્ન ભરીને કાર લઈને કાર લઈને ફરી રહ્યા છે. આઈટી વિભાગે લોન લઈને કાર ખરીદનારાઓના પણ આવકના સ્ત્રોત મેળવવાનું શરૂ કર્યું છે.
આઈટીના ડેટા મુજબ સરેરાશ દર મહિને ત્રણથી સાડા ત્રણ હજાર કારનું રજિસ્ટ્રેશન થાય છે. આઈટી વિભાગનો રેવ્યૂ ટાર્ગેટ હાલમાં એક હજાર કરોડથી પણ વધારે દૂર છે. અંદાજે 4000 કરોડના ટાર્ગેટ સામે હાલમાં 2700 કરોડ જેટલું કલેક્શન થયું હોવાથી આવકના નવા-નવા સ્ત્રોત ઊભા કરવાનું શરૂ કરાયું છે. શહેરમાં કારની સંખ્યાનો આંક 10 લાખથી પણ વધી ગયો છે.
આ કારણસર આરટીઓ અને બેંકો તેમજ ફાઈનાન્સ કંપનીઓ પાસેથી વિગતો મગાવવામાં આવી રહી છે. જેના આધારે કરદાતાઓન ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આઈટી વિભાગ કાર ખરીદનારે તેના આવક અંગે તેમજ કારની ખરીદીની આવક અંગે સ્ત્રોત વિભાગને જણાવ્યા બાદ તેમના રિટર્નની ચકાસણી કરવામાં આવશે.
તેની ઈન્કમ કેટલી છે તે વ્યક્તિ કાર ખરીદવા સક્ષમ છે કેમ? બે નંબરની કમાણીનો ઉપયોગ કાર ખરીદવા માટે થઈ રહ્યો છે કે કેમ તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
વિભાગ એ જાણવાનો પ્રયાસ કરશે કે લોન કેવી રીતે ભરપાઈ કરવામાં આવશે તેના સોર્સની માહિતી પણ માગવામાં આવશે. કેન્દ્રના નવા નિયમ મુજબ રૂપિયા 2 લાખથી વધુની કોઈ પણ ખરીદી રોકડમાં થઈ શકશે નહીં. તેથી કારની ખરીદી હવે રોકડમાં થશે નહીં.
પરંતુ સેકન્ડહેન્ડ મોંઘી લક્ઝુરિયસ કાર ખરીદનારા આમાંથી છટકી શકે છે. આ અંગે આરટીઓ જી.એસ પરમારે જણાવ્યું હતું કે, વિભાગે માગ્યા મુજબની માહિતી અમે આપી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -