રૂપાણીનો સપાટોઃ જુદાં જુદાં ખાતામાં 34 સસ્પેન્ડ, 3434 કર્મચારીની બદલી, મહેસૂલ ખાતા પર સૌથી વધુ તવાઈ
માજી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમરાડ ઉઠી હતી. આથી તે છાપને હાલની સરકાર દૂર કરવા માગે છે. મુખ્યપ્રધાને પદભાર સંભાળ્યા બાદ IAS-IPS સહિતનાં ટોચનાં અધિકારીઓની મીટીંગમાંજ ભ્રષ્ટાચાર બંધ કરાવોની કડક સૂચના અપાઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામાન્ય માણસને કોઈ કામ માટે કોઈ પણ જગ્યાએ લાંચ આપવી ન પડે તેવા ભ્રષ્ટાચાર મુક્ત શાસન રહે તે માટે કક આદેશ અપાયા હતા. જેને લઈને તમામ જિલ્લાઓમાં પોતાની ફરજમાં ગેરરીતિ કે શિથિલતા દર્શાવનારા કર્મચારી-અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું નક્કી થયું હતું. જેમાં 3434 કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ સફાઈ ઝુંબેશ અંતર્ગત પોલીસ દળના 14 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 23 આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર, 151 હેડ કોન્સેટબલ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય અન્ય 725 કર્મચારીઓની બદલી અન્યત્ર કરવામાં આવી છે.
મહેસુલ અને પંચાયત વિભાગની વાત કરીએ તો, 33 જિલ્લાઓમાં 743 નાયબ મામલતદારો, 987 રેવન્યુ અને પંચાયત તલાટીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત 36 ચીટનીશ-નાયબ ચીટનીશ સામે દંડાત્મક કાર્યવાહી કરવાના કડક આદેશ આપવામાં આવ્યા છે.
અમદાવાદઃ ગુજરાત સરકાર ભ્રષ્ટાચારમુક્ત વહીવટ કરવા માગે તેવું બતાવવા માટે સરકારે એક સાથે વર્ગ-3ના 3434 કર્મચારીઓની બદલીના આદેશ આપ્યા છે. વહીવટમાં પારદર્શિતા સાથે રાજ્યભરમાં પ્રશાનસ તંત્રો, જિલ્લા પંચાયત તંત્ર અનો પોલીસ સહિતના વિભાગોની સમીક્ષા હાથ ધરાયા બાદ આ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -