લિવઈન રિલેશનમાં રહેતી શિક્ષિકાના PM રિપોર્ટમાં મોટો ખુલાસો, મૃતદેહને નષ્ટ કરવા લગાડી આગ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા આગ કાબુમા લઇને ફ્લેટની અંદર તપાસ કર્તા રેખાબેનની સળગી ગયેલી હાલતમા લાસ મળી આવી હતી. જયારે તેમનાં જ થોડા અંતરે જયેંદ્રસિંહની પણ લાસ મળી આવી હતી.
મૃતદેહના પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે રેખાબેનની હત્યા બે દિવસ પહેલા થયો હતો. આ શિક્ષિકાની હત્યા કોઈ બોથળ પદાર્થ મારીને કરાઈ હોવાનું પણ પીએમ રિપોર્ટ ચાલ્યો છે.
મંગળવારે સત્યમ કોલોનીમાં આવેલા પરિવાર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા બે લોકોના મોત થયા હતા. સરકારી શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવતી રેખાબેન ઝાલા નિવૃત પોલીસ કર્મચારીની પુત્રી છે. જે જયેંદ્રસિંહ રાઠોડ સાથે મૈત્રી કરાર કરી થોડા સમયથી પરિવાર એપાર્ટમેન્ટમા રહેવા આવ્યા હતા.
જામનગરઃ મંગળવારે લાગેલી આગમાં એક મોટો ખુલાસો થયો છે. આગમાં બે દિવસ પહેલા જેની હત્યા થઈ હતી તે વ્યક્તિની લાશને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યાં અનુસાર શિક્ષિકા રેખાબેન ઝાલાના મૃતદેહને નષ્ટ કરવા માટે આગ લગાવવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -