સોમનાથ મંદિરમાં અંબાજી માતાનો ગોખ સુવર્ણ મંડિત થયો, વિદેશી પરિવારએ કર્યું દાન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 May 2018 03:55 PM (IST)
1
ભક્તો સુવર્ણ માટે પીઆરઓ વિરાજબેન પ્રચ્છક મો.9426287639 તથા ધ્રુવ જોષી મો.9426287638 પર સંપર્ક કરી કળશ દાન વિશે માહિતિ મેળવી શ્રી સોમનાથ મંદિર સુવર્ણકામમાં સહભાગી બની ધન્યતા પ્રાપ્ત કરી શકો છો.
2
પ્રથમ અંબાજી માતાનો ગોખ સુવર્ણ મંડિત કરવામાં આવેલ છે, ત્યાર બાદ તબક્કા વાર સુવર્ણ કાર્ય શરૂ છે. હાલ સોમનાથ મંદિર ખાતેના કળશોનું સુવર્ણ કાર્ય પણ પ્રગતીમાં છે. ભક્તો પોતાની મનોકામના અને લાગણી સોમનાથ મંદિરમાં કળશ આપી વ્યક્ત કરતા હોય છે.
3
વેરાવળ: ડિસેમ્બર-2017માં દાતા પરિવાર સ્પેઈનથી સોમનાથ મંદિરે દર્શનાર્થે આવ્યા હતાં. સોમનાથ મંદિરમાં આવેલ મંદિરમાં આવેલ ઓફિસનો સંપર્ક કરતાં દર્શન સહિત વ્યવસ્થા અંગે માહિતગાર કરાતા તેઓ પ્રસન્નતા થયા હતા જેના કારણે સુવર્ણ સ્વરૂપે દાન આપવાની લાગણી વ્યક્ત કરી હતી.