વલસાડઃ બ્રેકઅપ પછી યુવક યુવતીને સમજાવટ માટે ઘરે લઈ ગયો, પછી શું આવ્યો અંજામ?
અજમલ પ્રિયા સાથે ઘરે પહોંચતા જ અજમલની માતા અને ભાભી લાકડા સાથે દોડી આવ્યા હતા અને ત્રણેયે ભેગા મળી પ્રિયા સાથે મારામારી શરૂ કરી દીધી હતું. અજમલે પણ લાકડાથી પ્રિયાને ડાબા ખભા પર ઘા માર્યો હતો. એટલું જ નહીં, અજમલની ભાભીએ ઘરમાંથી એસિડની બોટલ લાવી પ્રિયાના શરીર પર એસિડ ફેંકી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, પારનેરાના ચણવઇ રોડ પર રહેતી 22 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) અઢી વર્ષ પહેલા ચણવઈના એકતા ફળિયામાં રહેતા અજમલ અંસારીના સંપર્કમાં આવી હતી. આ પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. બંને એકબીજાને મળતા હતા અને સાથે ફરવા પણ જતા હતા. જોકે, ગત એપ્રિલ 2017માં બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું.
વલસાડઃ ચણવઇમાં યુવતીએ યુવક સાથે પ્રેમસંબંધ તોડી નાંખતા પ્રેમિકાને ઘરે બોલાવી એસિડ ફેંકતાં ચકચાર મચી ગઈ છે. યુવતીને સમાધાન માટે ઘરે લઈ જઈ યુવક અને તેના પરિવારજનોએ યુવતીને ઢોર માર માર્યો હતો અને તેના પર એસિડ ફેંક્યો હતો. આ અંગે યુવતીએ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે.
બ્રેકઅપ પછી પ્રિયાએ અજમલને મળવાનું બંધ કરી દીધું હતું. જોકે, ગત 16 મેના રોજ બપોરે પ્રિયા વશીયર ખાતે પોતાની ફ્રેન્ડને મળવા આવી ત્યારે અજમલ તેને મળ્યો હતો. અજમલે પ્રિયાને સમાધાન માટે પોતાના ઘરે જઈને વાત કરવાનું કહેતા પ્રિયા તેની સાથે સ્કૂટી પર બેસીને ગઈ હતી.
એસિડ ફેંકાતા પ્રિયાએ રાડારાડ કરી મૂકી હતી અને ત્યાંથી ભાગીને રોડ પર આવી ગઈ હતી. અહીંથી કોઈના બાઇક પર બેસી ચણવઇ ચાર રસ્તા પર પહોંચી ગઇ હતી. મારથી ડાબા ખભા અને ડાબા પગના ઘુંટણ પર ઇજા અને એસિડથી હાથ અને પેટના ભાગે એદાઝી જતાં પ્રિયા વલસાડ સિવિલમાં સારવાર અર્થે દાખલ થઇ હતી. આ પછી તેના પિતાને ફોન કરીને જાણ કરી હતી. પ્રિયાએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રેમી અજમલ, તેની માતા અને ભાભી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -