ગોધરા સર્કિટ હાઉસમાં નશામાં ધૂત PSIએ યુવતી સાથે શું કર્યું? જાણો વિગત
PSIનું નામ વી.બી.વસાવા છે. તે ગોધરા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે તેવું જાણવા મળ્યું છે. સર્કિટ હાઉસમાં બબાલ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં PSI વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
PSI એટલો નશામાં હતો કે તેને બોલવાનું પણ ભાન રહ્યું ન હતું. તેણે ત્યાં હાજર એક યુવતી સાથે બોલાચાલી કરી અભદ્ર ટિપ્પણીઓ પણ કરી હતી. ત્યાર બાદ સહન ન થતાં યુવતીએ પણ અભદ્ર શબ્દો બોલી હતી ત્યાર બાદ યુવતીએ તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે ગોધરા સર્કિટ હાઉસ ખાતે નશામાં ધૂત PSIનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. આ વીડિયો પીએસઆઈ એક યુવતી સાથે ગરવર્તણૂક કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.
ગોધરા: સર્કિટ હાઉસમાં નશામાં ધૂત એક PSIનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ PSI યુવતી સાથે ગેરવર્તણૂક કરી બિભત્સ બોલાચાલી કરી રહ્યો છે.