ગુજરાત સરકાર ક્યા વિભાગમાં કરશે 6,850ની ભરતી? જાણો કોણ કરી શકશે અરજી?
આચાર્યોની 1,566, માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાયક)ની 2,915, ઉચ્ચતર માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાયક)ની 2,369 મળી કુલ-6,850 જગ્યાઓ પુન: જીવિત થશે. જેના પર હવે નિમણૂંકો આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે જણાવ્યું હતું કે ગુજરાતની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સાતમાં પગાર પંચના લાભો આપવા સમયે ખાલી રહેલ જગ્યાઓ રદ કરવાની શરતે, આ લાભો મંજૂર કરાયા હતાં. પરંતુ શિક્ષણ ક્ષેત્રે મહત્વની આ જગ્યાઓ ભરવી અનિવાર્ય હોઈ રાજ્ય સરકારે આ જગ્યાઓ પુન: જીવિત કરવાનો નિર્ણય કર્યો છે.
નીતિન પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાની પ્રાથમિકતા છે ત્યારે બિનસરકારી ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ કેડરની 6,850 જગ્યાઓ પુન:જીવિત કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. આટલી જગ્યાઓ પર સત્વરે નિમણૂંકો કરવામાં આવશે.
આ ભરતીમાં મદદનીશ શિક્ષકો અને આચાર્ય ભરતીનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે6850 જગ્યાઓ પુન:જીવિત કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે.
ગાંધીનગર: ગુજરાતના સરકારી શિક્ષણ વિભાગમાં દાયકાઓથી હજારો જગ્યા ખાલી બોલી રહી છે ત્યારે સરકારે નવી ભરતી તરફ આગળ વધતાં ખાનગી શાળાઓમાં વિવિધ કેડરની ભરતી માટે 6,850 જગ્યાની ભરતીની મંજૂરી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -