US: પતિના અન્ય યુવતી સાથે સેક્સ સંબંધ, પત્નીને કેવી રીતે થઈ જાણ? પછી શું આવ્યો અંજામ? જાણો
શશિકલાના માતા પિતાએ હનુમંત રાવનો એક મહિલા સાથે પાંચ વર્ષેથી અફેર હતો અને તેના કારણે દીકરી શશિકલાને માનસિક ત્રાસ આપતો હતો, તેવો આરોપ લગાવ્યો હતો. રાવ સીટીએસમાં કામ કરે છે અને 9 વર્ષથી ન્યૂ જર્સીમાં રહેતા હતા. મામલાની તપાસ ચાલી રહી છે.
પરિવારમાં શશિકલાના માતાપિતાએ શંકા વ્યક્ત કરી છે કે તેમના જમાઈના લગ્નેતર સંબંધોના કારણે તેમની દીકરી અને ભાણિયાની હત્યા થઈ છે. શશિકલાના માતાપિતાએ કહ્યું હતું કે, અમારા જમાઈના બીજી પરસ્ત્રી સાથે અફેરના કારણે દીકરી અને ભાણિયાની હત્યા કરવામાં આવી છે. તેમના જમાઈનું નામ નારા હનુમંત રાવ છે.
ન્યૂયોર્ક: અમેરિકામાં વધુ એક મહિલા અને તેના સાત વર્ષના દીકરાની લાશ મળી આવી છે. ઘટનામાં ભોગ બનનાર મહિલાની ઓળખ થઈ ગઈ છે. અને તેનું નામ એન શશિકલા અને દીકરાની ઓળખ અનીશ સાઈ તરીકે થઈ છે.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શશિકલાનો પતિ ગુરુવારે સાંજે ઘરે પરત ફર્યા ત્યારે તેને પોતાની પત્ની અને દીકરાને મૃત અવસ્થામાં જોયા હતા.