✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દેશના એકમાત્ર ગુજરાતી ગે પ્રિન્સ, જેમણે પોતાની પત્ની સામે ખોલ્યું હતું રાઝ !

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Sep 2018 05:06 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે, ભારતનાં એક માત્ર ગે રાજવી પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલે LGBT લોકો માટે ખાસ ઉદહારણ પુરુ પાડ્યું હતુ. તેમણે LGBT લોકો માટે તેમના મહેલનાં દરવાજા ખોલી દીધા છે. જે લોકો તેમની સેક્સ્યુઆલિટીને કારણે જાહેરમાં ન બોલી શકતા હોય કે, સમાજ દ્વારા તિરસ્કારનો ભોગ બનતા હોય તેવા લોકોની મદદમાં તેઓ આવ્યાં છે. પોતાની પ્રસિદ્ધિ અને મહત્તાનો ઉપયોગ એવા દેશમાં ગે સમુદાયને સુરક્ષિત સેક્સ તથા તેના અધિકારો વિશે શિક્ષિત કરવાનો જવાબારી ઉપાડી છે, જે લોકો તેમની સેક્સ્યુઆલિટીને લઇને જાહેરમાં ના બોલી શકતા હોય કે, સમાજ દ્વારા તિરસ્કારનો ભોગ બનતા હોય તેવા લોકોની મદદમાં તેઓ આવ્યાં છે.

2

રાજકુમારે માનવેન્દ્રસિંહે અન્ય લોકોની જેમ તલાક બાદ પણ અનેક વર્ષો સુધી આ વાત છુપાવી રાખી હતી. તેમની પત્ની આ બાબતે તેમને વચન આપ્યું હતું કે તે આ વાત કોઈને નહીં જણાવે. પરંતુ એટલું પણ સરળ તેમના માટે સરળ નહતું.

3

માનવેન્દ્ર સિંહના લગ્ન 1991માં મધ્ય પ્રદેશના ઝાબુઆની રાજકુમારી સાથે થયા હતા. લગ્ન બાદ ખોટુ જીવન જીવવું પડ્યુ અને તેમના લગ્ન હકીકતમાં અધૂરા જ રહ્યાં હતાં. જ્યારે તેઓ આ રાઝને અંદર છુપાવીને નહીં રાખી શક્યા ત્યારે તેમણે પોતાની પત્ની અને પોતાના સેક્સુઅલ ઓરિએન્ટેશન વિશે બધુજ જણાવી દીધું હતું. લગ્નના એક વર્ષ બાદ તેમણે પોતાની પત્નીએ તેમની સાથે તલાકની અરજી આપી હતી. જો કે એ સમયે તલાક આપવું ખૂબજ મોટી વાત હતી.

4

રાજપીપળાના રાજાના પૂત્ર માનવેન્દ્ર સિંહ ઘણા વર્ષો સુધી પોતાની સેક્સુઅલિટી છુપાવી રાખવા મજબૂર થવું પડ્યું હતું. તેઓ એક બેવડી જીવન જીવવા મજબૂર બન્યા હતા.

5

વર્ષ 2002 માં પ્રિન્સ માનવેન્દ્રને નર્વસ બ્રેકડાઉન થયું અને તેમને હોસ્પ્ટિલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે સાયકાયટ્રિસ્ટે તેમના પેરેન્ટ્સને જણાવ્યું કે હતું કે તેઓ ગે છે. ત્યારે તેમના માતા પિતાએ તેમના ઉપર દબાણ કર્યું કે પોતાની સમલૈગિંકતા છુપાવીને રાખે. તેમણે મેડિકલ અને ધાર્મિક બન્ને રીતે પણ સારવાર કરવાનો પ્રસાય કર્યો.

6

ગુજરાતના રાજપીપળાના સિંહાસનના ઉત્તરાધિકારી તથા શાહી યોદ્ધા વંશના રાજકુમાર માનવેન્દ્ર સિંહ ગોહિલનું જીવન મહેલો અને નોકર-ચાકર હોવા છતાં પણ તેમનું સરળ રહ્યું નથી. શાહી પરિવારના તેઓ એકલા એવા વ્યક્તિ છે જેણે 10 વર્ષ પહેલા સાર્વજનિક રીતે પોતે ગે હોવાનું સ્વીકાર્યું હતું. બાદમાં તેમના પરિવારે તેમનો ત્યાગ પણ કર્યો. પરિવારે તેમના પર બદનામીનો આરોપ પણ લગાવ્યો હતો.

7

સુપ્રીમ કોર્ટે આજે સમલૈગિંકતાને લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો છે. ભારતમાં બે પુખ્ત લોકો વચ્ચે સમલૈગિંક સંબંધ હવે ગુનો નહીં ગણાય. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે બે પુખ્ત વ્યક્તિ વચ્ચે સહમતિથી બનાવવામાં આવેલા સમલૈગિંક સંબંધને અપરાધ માનવાની કલમ 377 રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કલમ 377ને મનમાની ગણાવીને વ્યક્તિગત પસંદગીને સન્માન બનાવવાની વાત કરી છે. જ્યારે સમલૈગિંકતાની વાત હોય ત્યારે રાજપીપળાના રાજકુમારનો ઉલ્લેખ કરવો મહત્વનો બની જાય છે.

8

પોતાની સજાતીયતા વિશે વાત કરતાં તેઓ કહે છે કે, હું જ્યારે 12-13 વર્ષનો હતો ત્યારે સૌ પહેલી વખત હું સજાતીય વ્યક્તિ સાથે આકર્ષાયો હતો. તે સમયે મને નહોતી ખબર કે આ શું છે. પણ હું સમજી ગયો હતો કે હું અલગ છું. પણ એ નહોતી ખબર કે હું કેમ અન્ય કરતાં અલગ છું.

9

પરંતુ સ્થિતિ ત્યારે વધુ મુશ્કેલ બની ગઈ જ્યારે રાજકુમાર માનવેન્દ્રસિંહે પોતે ગે હોવાનું જાહેરમાં સ્વીકાર કર્યું. દુનિયાભરમાં આ ખબર ચર્ચાનો વિષય બન્યો અને ગૃહરાજ્યમાં તેમના પુતળા પણ સળગાવવમાં આવ્યા અને લોકોએ તેમની પાસેથી ટાઈટલ છીનવી લેવાની વાત કરી હતી.

10

એક ઈન્ટરવ્યૂમં પ્રિન્સ માનવેન્દ્રિસંહે કહ્યું હતું કે ભારતમાં સાર્વજનિક રીતે જાહેરમાં આવવું અઘરું છે. સમાજ માતા પિતાને આ વાત સ્વીકાર જ નથી દેતી. માતા પિતા વિપરીત લિંગના વ્યક્તિ સાથે લગ્ન કરવા મજબૂર કરી દે છે. એવામાં આવા લોકો પરિવારના ડરના કારણે લગ્નના બંધનમાં બધાઈ જાય છે.

  • હોમ
  • ગુજરાત
  • દેશના એકમાત્ર ગુજરાતી ગે પ્રિન્સ, જેમણે પોતાની પત્ની સામે ખોલ્યું હતું રાઝ !
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.