રાજકોટ: યુવક-યુવતીને બંધાયા સંબંધ, યુવતી થઈ ગર્ભવતી, પ્રેમીને કરી વાત પછી શું થયું, જાણો વિગત
આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઈ. ડી.એ.ધાધલિયા તથા રાઈટર દિવ્યરાજસિંહે ધાનપુરના પાનમ ગામના સરમા મનજી મેડા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્યારબાદ યુવતિને ગર્ભ રહી જતાં તે ગભરાઈ ગઈ હતી અને તેણે પ્રેમી સરમા મેડાને આ મામલે વાત કરતા પ્રેમી સરમાએ તેને લગ્ન કરવા અને ભાગી જવા માટે ઉશ્કેરી હતી જેના કારણે યુવતી કંટાળી પોતાની પુત્રીએ ગત તા.9-1ના રોજ રોણકીના મનહરપુર-2ની વાડીમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
યુવતિના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાની પુત્રીને ચાર માસ પહેલા પાનમ ગામના સરમા મેડાએ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ પુત્રી છેલ્લા એક માસથી લતીપર ગામે રહેતી હતી ત્યાં આ સરમા મેડાએ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પ્રેમી યુવતી અવાર-નવાર મળતો હતો.
દાહોદના ધાનપુર પંથકની આદિવાસી યુવતિના પિતાએ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલા ફરિયાદમાં ધાનપુર તાલુકાના પાનમ ગામના સરમા મનજીભાઇ મેડાનું નામ બતાવ્યું છે.
રાજકોટ: રાજકોટના રોણકીના મનહરપુરમાં દાહોદ પંથકની યુવતિને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હતો ત્યાર બાદ તે યુવતીને ગર્ભવતી બનાવી દઈ તેને ભાગી જવા માટે ઉશ્કેરણી કરી હતી ત્યાર બાદ તે યુવતીને આપઘાત માટે મજબુર કરનાર પ્રેમી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.