સંસદ ભવનને અન્ય સ્થળે ખસેડવાનું ગુજરાત ભાજપના કયા સાંસદે કહ્યું? જાણો વિગત
જોકે બીમાર અવસ્થામાંમાં પણ સંસદના મુખે સત્તાનો મોહ ટપકતો જોવા મળ્યો હતો અને ફરી એકવાર 2019-25 અને 2029 સુધી ટીકિટની દાવેદારી કરી સાથે અગામી 2019 લોકસભા ચૂંટણીમાં ત્રણ લાખ મતોથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોધરા સીવીલ હોસ્પિટલમાં તેમના જ કાર્યક્રમ સંસદ આરોગ્ય મેળામાં હાજરી આપવા માટે આવેલ પ્રભાતસિંહ ચૌહાણે દિલ્હીનું હવામાન ઘાતક હોવાનું જણાવ્યું દિલ્હીની હવામાં ઓક્સિજન નામ પૂરતું પણ રહ્યું નથી. હવામાં અંગારવાયું હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં દુષિત હવામાનના કારણે પોતે બીમાર પડ્યા હોવાનું જણાવ્યું હતું. આ સાથે ઝારખંડના ત્રણ MP સહીત અન્ય કેટલાંય MP બીમાર પડ્યા હોવાના કારણે પથારીવશ હોવાનું જણાવ્યું હતું.
વિવાદિત નિવેદનોથી ટેવાયેલા પંચમહાલ જિલ્લાના સંસદ પ્રભાતસિંહ ચૌહાણના મુખે દિલ્હીનું દર્દ સામે આવ્યું હતું. પ્રભાતસિંહે દિલ્હીમાં પ્રદુષણના કારણે સંસદ ભવન અન્ય સ્થળે ખસેડવાની નસીહત પણ આપી હતી. લોકસભામાં હાજરી આપી પરત ફરેલા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની તબિયત હાલ બગડી છે અને તબિયત બગડવાનું કારણ દિલ્હીના ઘાતક પ્રદુષણને જવાબદાર ઠેરવી રહ્યા છે.
પંચમહાલના સંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણના દિલ્હીના પ્રદુષણનું દર્દ સામે આવ્યું હતું. દર્દ એટલી હદે હતું કે તેમને તો સંસદ ભવન અન્ય સ્થેળ ખસેડવાની નસીહત પણ આપી દીધી હતી આ નિવેદનથી પ્રભાતસિંહની ચારે બાજુ ચર્ચા થવા લાગી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -