ઓરડીમાં સુઈ રહેલી પરિણીતા સાથે ખેતરના માલિકે બળજબરી બાંધ્યા શારીરિક સંબંધો પછી શું થયું, જાણો વિગત
આ અંગે પરિણીતાએ તેના પતિ અને પરિવારજનોને સમગ્ર ઘટનાની હકીકત જણાવી હતી ત્યાર બાદ શનિવારે દિયોદર પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે વિક્રમભાઈ કરમશીભાઈ રબારી સામે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે દરમિયાન ખેતર માલિક વિક્રમભાઈ કરમશીભાઈ રબારી આવ્યો હતો અને પરિણીતા સુઈ રહી હતી તે ઓરડામાં ગયો હતો જ્યાં પરિણીતા સાથે અડપલાં કરવા લાગ્યો હતો ત્યાર બાદ પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરીને તે ત્યાંથી ભાગી ગયો હતો.
ગુરુવારે રાત્રે દિયોદર તાલુકાના મેસરા ગામે એક ખેતરમાં ભાગીયા તરીકે રહેતા પરિવારની પરિણીતા પોતાના પુત્ર સાથે ખેતરમાં બનાવેલ ઓરડામાં સૂતા હતા અને તેનો પતિ ખેતરમાં પાણી વાળવા ગયો હતો.
દિયોદર: ગુરુવારે રાત્રે દિયોદર તાલુકાના મેસરા ગામે મહિલા પુત્ર સાથે ઓરડામાં સૂતી હતી તે દરમિયાન ખેતર માલિક આવી બળજબરીપૂર્વક જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પરિણીતાએ તેના પતિને સમગ્ર ઘટનાની હકીકત જણાવી હતી. જેની પરિણીતાએ શનિવારે દિયોદર પોલીસ સ્ટેશને આ અંગે જાણ કરતાં પોલીસે ખેતર માલિક સામે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -