જૈન મુનિ મહારાજ લોકસભાની ચૂંટણી લડશે, ભાજપ અને કોંગ્રેસના સંપર્કમાં હોવાનો કર્યો દાવો
જૈન મુનિ રાજેન્દ્ર મહારાજે જણાવ્યું હતું કે, હું આદીવાસીઓની આગેવાની લઈ આગામી લોકસભાની સીટ માટે બન્ને પક્ષના મોવડીઓ જોડે સંપર્કમાં છું. મારા સમાજના લોકો જે કહેશે તે પ્રમાણે હું કરીશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ અને કોંગ્રેસના વર્ષોથી મહેનત કરતા કાર્યકરો હોવાથી નવા ચહેરાને ટીકિટ આપી કોઈ પણ પક્ષ જોખમ લેવા તૈયાર નથી. હજુ સુધી સત્તાવાર કોઈ પણ પક્ષે જાહેરાત કરી નથી. પરંતુ મુનિ મહારાજે પ્રેસ કોન્ફરન્સ કરી પોતે લોકસભાની ટીકિટ માંગશે તેવી જાહેરાત કરી રાજકારણ ગરમાયું છે.
અત્યાર સુધી આ સીટ પર કોંગ્રેસનું પ્રભુત્વ હતું. 2002માં સમીકરણ બદલાયા બાદ ભાજપ જીત્યું હતું ત્યાર બાદ કોંગ્રેસના ફાળે આ સીટ ગઈ હતી અને નારણ રાઠવા રેલ મંત્રી રહી ચૂક્યા છે. આ સીટ પર બે જ પક્ષનુ પ્રભૂત્વ છે. પરંતુ આજે આદિવાસી રાઠવા સમાજમાંથી જૈન મુનિ રાજેન્દ્ર મહારાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, હું વિસ્તારમાં શૈક્ષણિક, વ્યસન મુક્તિ સહિતના કામોમાં સક્રિય છું.
છોટાઉદેપુરમાં જૈન મુનિ મહારાજ ડો. રાજેન્દ્ર વિજય ગનીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના મવડી મંડળ સંપર્કમાં હોવાની વાત કહી 2019ની લોકસભાનું રણશીંગુ ફૂંક્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -