કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે 100 કરોડની નોટિસ ફટકારીને કેમ કર્યું સમાધાન? જાણો વિગત
આ વિવાદ મામલે ધારાસભ્ય વિક્રમ માડમ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સમિતિના આગેવાનોએ તેમની માફી માંગી લીધી છે અને સમાધાન થઈ ચૂંક્યું છે.
ગુજરાતમાંથી આહીર સમાજના સાંસદ તરીકે બે વખત ચૂંટાયેલા તેઓ પ્રથમ સાંસદ છે અને 2017 વિધાનસભામાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. વિક્રમ માડમને વાંધો હોવા છતાં સન્માન સમારંભમાં નામ લખીને તેમની સામાજિક, રાજકીય કારકિર્દીને અને પ્રતિષ્ઠાને હાની કરવા નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
વિક્રમ માડમ અગાઉ 2002 ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તેમજ 2004માં લોકસભામાં જામનગરથી સાંસદ તરીકે ચૂંટાયા હતાં અને 2009ની લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટાયા હતાં.
અસીલે અધ્યક્ષસ્થાને કરેલ પસંદગી સામે વિક્રમ માડને સૌદ્ધાંતિક વાંધો હોય આહીર સમાજના કાર્યક્રમમાં આ પસંદગી સુસંગત નથી તેમ સ્પષ્ટ જણાવ્યું હતું. આ બાબતે સૈદ્ધાંતિક અને રાજકીય બાબતોની સ્પષ્ટતા પણ થયેલ. માકા અસીલે સમૂહલગ્નની કંકોત્રી કે પ્રચાર સાહિત્યમાં નામ લખવા મંજુરી આપેલ નહીં.
નોટીસમાં જણાવ્યું હતું કે, આગામી 11 ફેબ્રુઆરીના રોજ સુરતમાં યોજાનાર સમૂહલગ્નમાં આહીર સમાજના મહાનુભાવોના સન્માન કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં હાજર રહેવા અને સમૂહ લગ્નોત્સવની કંકોત્રીમાં પ્રચાર સાહિત્યમાં લખવા અને તમે મારા અસીલને પૂછેલું.
જામનગરના પૂર્વ સાંસદ અને હાલ ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા તેના વકીલ વી.એચ.કનારા મારફત સમૂહ લગ્ન સમિતિ શ્રી આહીર સમાજ લાઠી, લીલીયા બાબરા, અમરેલી આયોજિત પાંચમાં સમૂહ લગ્નોત્સવના હોદ્દેદારોને નોટીસ પાઠવી હતી.
જામનગર: જામનગર આહીર સમાજના અગ્રણી અને કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પોતાના વકીલ મારફતે નોટીસ પાઠવીને આહીર સમાજ સમૂહલગ્ન સમિતિના હોદ્દેદારો સામે 100 કરોડ રૂપિયાનો દાવો કરતી નોટીસ પાઠવી હતી.