પાટણ: કાકાએ સગીર ભત્રીજી સાથે શારીરિક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી, જાણો પછી શું થયું?

આ બાબતે ઇન્ચાર્જ પીઆઇ એસ.એસ.પઠાણ તપાસ ચલાવી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ બાળકને હાલે પાટણ સિવિલમાં ભરતી કરાયું છે. તેનું વજન 800 ગ્રામ છે. સાત માસે જન્મ્યું હોઇ નીરિક્ષણ હેઠળ છે. આ પરિવાર નિરક્ષર છે અને અજાણ હતો. આરોપી પરીણિત છે તેને એક દીકરો અને એક દીકરી પણ સંતાનમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આ સાંભળીને પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. સગીરાને એ વખતે જ પ્રસવ પીડા ઉપડતાં તેને દાખલ કરાઈ હતી અનેતેણે બાળકને જન્મ આપ્યો હતો. બીજી તરફ આ અંગે ડોક્ટરે જ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે સરકારી હોસ્પિટલ જઇ બાળકીનુ નિવેદન લઇ ફરિયાદ નોંધાવી હતી.

સગારી ડરીને ચૂપ રહેતાં તેનો ગેરલાભ લઈને આ હવસખોર અવારનવાર શરીર સબંધ બાંધતો હતો અને સેક્સ માણતો હતો. તેના કારણે સગીરાને ગર્ભ રહી જતાં તેના પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. પરિવારને જાણ કરતાં રવિવારે રાત્રે ચાણસ્મા સરકારી દવાખાને લઇ જતાં તેણીને સાત માસનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું.
ચાણસ્મા તાલુકાના સેંધા ગામે એક સગીરા અને તેનો કુટુંબી કાકો અવારનવાર એકસાથે બકરાં ચરાવવા ગામની સીમમાં જતાં હતાં એક વર્ષ અગાઉ આરોપીએ એકલતાનો લાભ ઉઠાવી ભત્રીજી સાથે મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધીને સેક્સ માણ્યું હતું. એ પછી કોઇને કહીશ તો તારી આબરુ જશે તેવી ધમકી આપી હતી.
આ મામલે ચાણસ્મા પોલીસ મથકે પોકસો કલમ મુજબ ફરિયાદ દાખલ કરી તપાસ આદરી છે અને આરોપીની શોધખોળ ચાલી રહી છે. ચાણસ્મા તાલુકાના સેંધા ગામે બનેલી આ ઘટનામાં સગીરાને તેના કાકાએ જ હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી તે અંગે પરિવાર અજાણ હતો.
પાટણ: પાટણ જિલ્લામાં લોહીના સંબંધોના લીરા ઉડાડતી અને એક આઘાતજનક ઘટનામાં એક સગીરા સાથે તેના કુટુંબના સંબંધમાં કાકા થતા પરીણિત પુરૂષે શારીરિક સંબંધો બાંધીને વારંવાર સેક્સ માણ્યું હતું. તેના કારણે સગીરા ગર્ભવતી બની અને બાળકને જન્મ આપતાં સમગ્ર ગામમાં ધિક્કારની લાગણી પ્રસરી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -