ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના કયા પ્રધાનનું કપાશે પત્તું, જાણો વિગત
મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાના નામો રાજ્યસભા માટે નિશ્ચિત જ માનવામાં આવી રહ્યા છે. તેમ છતાં જો અરુણ જેટલીને અન્ય રાજ્યસભામાંથી મોકલવાનું સેટિંગ ના થાય તો અન્ય બે પ્રધાનોમાંથી કોને પડતા મૂકવા તે નક્કી કરવું પાર્ટી માટે થોડું વિકટ બની રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાનસભામાં સંખ્યાબળ પ્રમાણે કોંગ્રેસને રાજ્યસભામાં બે સભ્યોનો ફાયદો થશે, જ્યારે ભાજપને માત્ર બે સભ્યોથી જ સંતોષ માનવો પડશે. હાલ રાજ્યસભામાં ગુજરાતના 11માંથી બે સાંસદો કોંગ્રેસના છે એટલે માર્ચ મહિનામાં યોજાનારી ચૂંટણી પછી ભાજપનું સંખ્યાબળ રાજ્યસભામાં 9થી ઘટીને 7 સભ્યોનું થશે.
રાજ્ય વિધાનસભામાં સંખ્યાબળ જોતાં ભાજપના બે જ સભ્યો રાજ્યસભામાં આ વખતે જઈ શકે તેમ હોઈ અરુણ જેટલીને બીજા રાજ્યમાંથી રાજ્યસભામાં મોકલી અન્ય બે કેન્દ્રીય પ્રધાનોને રાજ્યસભા માટે રિપીટ કરવામાં આવે તેવી ભાજપના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

અમદાવાદ: ડિસેમ્બર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને પણ ગુજરાતમાં ભાજપની જીત થઈ હતી. જ્યારે હવે આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં ત્રણ કેન્દ્રીય પ્રધાનો અરુણ જેટલી, મનસુખ માંડડિયા તથા પરષોત્તમ રૂપાલા સહિત વધુ એક ભાજપના સાંસદ શંકર વેગડની ટર્મ બીજી એપ્રિલે રાજ્યસભામાં પૂરી થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -