ક્રિકેટર જાડેજાનાં પત્નિ રીવાબાને પોલીસે ફટકાર્યાં તે અંગે જામનગર પોલીસ વડાએ શું કહ્યું? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બનાવને પગલે રીવાબા જામનગર જિલ્લાના એસપીની કચેરીએ ફરિયાદ કરવા દોડી ગયા હતાં અને સમગ્ર બનાવની જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. આ અંગે રીવાબાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે પોલીસ કોન્સ્ટેબલ સંજય આહિર સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રદિપ સેજુલે આ બનાવ અંગે જણાવ્યું હતું કે વાહન અથડાવવા બાબતે રીવાબા અને પોલીસ કોન્સ્ટેબલ સંજય કરંગીયા વચ્ચે બોલાચાલી થઈ હતી. એ પછી કોન્સ્ટેબલે રીવાબા પર હુમલો કર્યો હતો અને તેમને માર માર્યો હતો.
સેજુલે જણાવ્યું કે, પોલીસ કોન્સ્ટેબલે રીવાબા પર હુમલો કર્યો છે અને આ મહીલા પર હુમલો ગંભીર બાબત હોવાથી આ કોન્સ્ટેબલ સામે ગુન્હો નોંધી ધરપકડ કરાશે અને કડક પગલાં લેવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, પોલીસ ખાતા દ્વારા આંતરિક તપાસ કરીને ન્યાયી તપાસ કરાશે જ અને તેને સસ્પેન્ડ કરાશે.
જામનગર: જામનગરમાં ભારતના સ્ટાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા પર પોલીસ કોન્સ્ટેબલે હુમલો કરતા ભારે ચકચાર જાગી છે. વાહન અથડાવાની બાબતે બોલાચાલી બાદ પોલીસ કોન્સટેબલ સંજય આહિરે રીવાબાના વાળ ખેંચીને માર માર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -