રવિન્દ્ર જાડેજાનાં પત્નિ રીવાબાને પોલીસે BMW કારમાંથી વાળ પકડીને ઢસડીને બહાર ખેંચી લાત-મુક્કા માર્યાં, બેફામ ગાળો આપી
જામનગરઃ સૌરાષ્ટ્રના સ્ટાર ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર આજે સાંજે પોલીસ કોન્સ્ટેબલે નજીવી બાબતમાં હુમલો કર્યો હતો. સોમવારે સાંજે પોલીસ કોન્સ્ટેબલે અકસ્માત સર્જાયા બાદ રિવાબા ઉપર હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોએ તેમને કોન્સ્ટેબલથી બચાવ્યા હતા. જોકે, રિવાબા ઘટના સ્થળેથી સીધા જ ફરિયાદ કરવા માટે એસપી ઓફિસ પહોંચા હતા.
જાડેજા-રીવાબાના લગ્ન 17 એપ્રિલ, 2016ના રોજ થયા હતા.
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, પોલીસ હેડક્વાર્ટર સામે આ બેનને પોલીસવાળો બેફામ મારતો હતો જેનો અમે બચાવ કર્યો છે. અમે બેનને કહ્યું કે ગાડીમાં બેસી જાઓ અને કારનો કાચ બંધ કરી દો. આવા પોલીસ જામનગરમાં કલંક સમાન છે.
મળતી માહિતી પ્રમાણે જામનગર પોલીસ હેડક્વાર્ટર, શરૂ સેકશન રોડ સેવાસદનની બાજુમાં સોમવારે સાંજના સમયે રીવાબા ઉપર હુમલો થયાની ઘટના બની છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલના બાઇક સાથે અકસ્માત થયો હતો. જેથી પોલીસ કર્મી ઉશ્કેરાઈ જઇને લુખ્ખાગીરી પર ઉતરી આવ્યો હતો.
રીવાબા સાથે ગાળાગાળી કરીને ઉશ્કેરાઈ જઈને વાળ પકડીને ઢીકા-પાટનો માર માર્યો હતો. આ સમયે એક વ્યક્તિએ પોલીસ કર્મીને રોક્યો હતો. જે બાદ રિવાવા એસ.પી. પ્રદીપ શેજુળને રજુઆત કરવા ઓફિસે પહોંચી ગયા હતા. જ્યાં એસ.પી.એ રીવાબાને સાંભલ્યા હતાં અને ડો. કેયુર બક્ષીને બોલાવીને એસ.પી.ની ચેમ્બરમાં જ સારવાર આપી હતી. જે બાદ પોલીસકર્મી સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાધ ધરી હતી.
રીવાબાએ જૂન 2017માં દીકરીને જન્મ આપ્યો હતો.
રવિન્દ્ર જાડેજા હાલ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનમાં રમી રહ્યો છે. જાડેજા આઈપીએલમાં 14 મેચમાં 9 વિકેટ ઝડપવાની સાથે 86 રન પણ બનાવી ચુક્યો છે. ચાલુ આઈપીએલમાં તે એક વખત મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો.