જંયતિ ભાનુશાળી હત્યા કેસ: છબિલ પટેલની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, છબિલ પટેલે શું કહ્યું? જાણો વિગત
પોલીસ દ્વારા જે પણ કાર્યવાહી અને પૂછપરછ થશે તેમાં હું સહયોગ આપીશ. હું સાવ નિર્દોષ છું અને કોઈ કાવતરાનો ભોગ બની રહ્યો છું એવું મને લાગે છે. મને ગુજરાતની પોલીસ પર પુરો ભરોસો છે જે સત્ય બહાર લાવશે. હું ભારત આવું ત્યારે મારા પર જીવનું જોખમ લાગતું હોવાથી મને પોલીસ રક્ષણ મળે એવી મારી વિનંતિ છે. છેલ્લી મીટિંગ પુરી કરીને મારા આવવાની તારીખ પણ પહેલેથી જ આપીશ. મારા કામ પુરા થવાની તૈયારીમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ક્લિપમાં છબીલ પટેલ કહે છે કે, હું છબીલ પટેલ હાલ હું બિઝનેસ માટે વિદેશ આવેલો છું અને કામ માટે અવાર-નવાર વિદેશ જવાનું થાય છે. વિદેશ આવ્યા બાદ મને જાણ થઈ કે, મારી સામે પોલીસ ફરિયાદ થઈ છે તો હું મીટિંગો પતાવીને તાત્કાલિક ભારત આવીને પોલીસ સ્ટેશને હાજર થઈશ.
અમદાવાદઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાના આરોપી અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં છબીલે પોલીસ પર વિશ્વાસ હોવાનો અને પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો છે. તેણે કોઈ કાવતરાનો ભોગ બની રહ્યો હોવાનું કહી વિદેશથી થોડા દિવસમાં જ ભારત આવવાનો સંકેત આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -