પુત્રવધુને ટિકિટ મળતાં રોષે ભરાયેલા ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ માની ગયા કે શું? જાણો વિગતે
જેને તેમણે ગણતરીની મિનિટોમાં ડિલિટ પણ કરી નાખી હતી. 77 વર્ષના પ્રભાતસિંહે પોતાના 40 વર્ષના પત્ની રંગેશ્વરી ચૌહાણ માટે ટિકિટ માગી હતી, અને જો ટિકિટ ન મળે તો પક્ષ છોડી દેવાની પણ ધમકી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાના બદલે વહુને ટિકિટ મળી હોવાની જાણ થતાં જ પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરી ચૌહાણે આવેશમાં આવી ફેસબુક પર પ્રભાતસિંહને ધમકી આપી હતી.
સુમનબેનનું તાજેતરમાં જ તેમના ગામ કણોદમાં સન્માન કરવામાં આવ્યું હતું. અહીં તેમણે જણાવ્યું હતું કે, આ ગામમાંથી એક પણ મત કોંગ્રેસને ન મળવો જોઈએ. કારણ કે આ આપણા સ્વાભિમાનનો સવાલ છે. હું આ ગામની દીકરી છું. જોકે પહેલી ચૂંટણી લડી રહેલા સુમનબેન લાંબા ભાષણ આપવાનું અને મતદારો સાથે સંવાદ કરવાનું બને ત્યાં સુધી ટાળી રહ્યાં છે.
શામળાદેવી ગામે પ્રભાતસિંહે એક સભામાં જણાવ્યું હતું કે, ઉમેદવારનું નામ જાહેર થયું ત્યાં સુધી પરિવારમાં વિખવાદ હતો પરંતુ હવે અમે બધાં સાથે છીએ અને પંચમહાલમાં ભાજપની જીત માટે કામ કરી રહ્યા છીએ. જોકે પ્રભાતસિંહના પત્ની એક કાર્યક્રમને બાદ કરતાં પોતાની પુત્રવધૂ માટે પ્રચાર કરતાં હજુ સુધી જોવા મળ્યાં નથી.
કાલોલ: પત્નીના બદલે પુત્રવધૂને ટિકિટ મળતાં નારાજ થયેલા કાલોલ ભાજપના સાંસદ પ્રભાતસિંહે ભલે પુત્ર પર સણસણતા આરોપ મુક્યા હોય, પણ હવે લાગી રહ્યું છે કે તેમની નારાજગી દૂર થઈ ગઈ છે. પ્રભાતસિંહ હાલના દિવસોમાં પુત્રવધૂ સુમનબેન ચૌહાણ સાથે પ્રચાર કરતાં જોવા મળે છે. જોકે સસરા ભલે સુમનબેનનાં પ્રચાર કરી રહ્યા હોય પણ તેમના સાસુ હજુ પણ નારાજ હોય તેમ લાગી રહ્યું છે. આ પુત્રવધૂ સાથે પ્રચાર જોવા ન મળતાં આવી ચર્ચાઓ ચાલતી હતી.
વાત ખરેખર એ હતી કે પ્રભાતસિંહ પોતાની પત્ની માટે ટિકિટ માગી હતી, પરંતુ ટિકિટ તેમના પુત્રની પત્નીને મળી હતી. જેનાથી પ્રભાતસિંહ અને તેમના પત્ની બંન્ને નારાજ થયા હતાં.
ભાજપમાં આ વખતે ટિકિટ વહેંચણી પછી જેમના પત્તાં કપાયાં તેમાનાં ઘણાં લોકોએ નારાજ થઈ પક્ષમાં બળવો કર્યો હતો. જોકે પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠક પર તો ઉમેદવારનું નામ જાહેર થતાં ભાજપના સાંસદ પ્રભાતસિંહના ઘરમાં જ ભડકો થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -