બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે કર્યા દ્વારકાધીશના દર્શન, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Sep 2019 04:55 PM (IST)
1
દ્વારકા માં પીએમ મોદી , અમિતાભ બચ્ચન સહિત અનેક બોલીવૂડના સ્ટાર કલાકારો દ્વારકાધીશના જગત મંદિરે દર્શનાર્થે આવી ચુક્યા છે.
2
કંગના રનૈતે દ્વારકા મંદિરમાં દર્શન કરતી વખતે રેડ કલરનો ટ્રેડિશન ડ્રેસ પહેર્યો હતો. કંગનાએ મંદિરમાં દર્શન કરી અને દ્વારકાનો ઇતિહાસ જાણ્યો હતો. અભિનેત્રી કંગના રનૌતે દ્રારકાધીશના દર્શનની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. 'ઓમ શ્રી ક્રિષ્નાયે નમ:'
3
ઉલ્લેખનીય છે કે, કંગના પહેલીવાર દ્વારકા આવી હતી જ્યાં તેણે દ્વારકાધીશની સાથે નાગેશ્વરના પણ દર્શન કર્યા હતા.
4
દ્વારકા: બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કંગનાએ ભગવાન દ્વારકાધીશની પાદુકાનું પૂજન કર્યું હતું. તેમજ 14 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી પોતાની આગામી ફિલ્મ માટે પ્રાર્થના પણ કરી હતી.