✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત સરકારનો વધુ એક છબરડો, ભારતના નકશામાંથી કાશ્મીર કરી નાખ્યું ગાયબ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Dec 2018 10:37 AM (IST)
1

અમદાવાદઃ સીએમઓના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી જારી કરવામાં આવેલ એક વીડિયોમાં નકશામાંથી ભારતના કબ્જા હેઠળના કાશ્મીરને ન દર્શાવતા વિવાદ થવાની શક્યતા છે. આ વીડિયોમાં ભારતના નકશાને ભગવા રંગથી દર્શાવવામાં આવ્યો છે. આ વીડિયો રાજ્યમાં સ્થપાનારી સૌ પ્રથમ બાયોટેક્નોલોજીકલ યુનિવર્સિટીને લગતો છે.

2

આ વીડિયોમાં પાકિસ્તાન અને ચીન અધિકૃત કાશ્મીર ભારતનો ભાગ ન હોવાનું દેખાઈ રહ્યું છે. જ્યારે આ વીડિયોની શરૂઆતમાં લીલા રંગથી દર્શાવેલા ભારતનાં વિવિધ રાજ્યોના નકશામાં જમ્મુ-કાશ્મીર રાજ્યને ભારતનો ભાગ તો ગણાવાયું છે, પણ તેને ત્રણ અલગ અલગ ભાગમાં વહેંચીને દર્શાવવામાં આવ્યું છે. આ રીતે અલગ દર્શાવેલા ભાગ હાલ પાકિસ્તાન અને ચીનના કબજા હેઠળ છે.

3

નોંધનીય છે કે, આ પહેલા રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગુજરાત રાજ્યનો 26 જિલ્લાવાળો જૂનો નકશો છપાયો હતો. આ ઘટનાને માંડ એક સપ્તાહનો સમય થયો છે ત્યાં બીજો વિવાદ સામે આવ્યો છે. રાજ્ય સરકારે કાશ્મીરના ચોક્કસ ભાગને ભારતના નકશામાંથી બાકાત કરીને સરકારનો વધુ એક છબરડો સામે આવ્યો છે. સીએમઓના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વિટ કરવામાં આવેલા વીડિયોમાં એક સ્થળે વર્લ્ડ મેપમાં ભગવા રંગથી બ્લિન્ક થતો ભારતનો નકશો દર્શાવવામાં આવ્યો છે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાત સરકારનો વધુ એક છબરડો, ભારતના નકશામાંથી કાશ્મીર કરી નાખ્યું ગાયબ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.