હાર્દિક પટેલે જેને સાચવી લેવા પાટીદારોને હાકલ કરી એ કિરીટ પટેલ કોણ છે ? જાણો વિગત
હાર્દિક પટેલે એવું પણ કહ્યું કે, આ કાર્યક્રમ ન થવાં દેવા ઘણા દબાણો કર્યા અને કીરીટ ભાઇ સામે અગાઉના કેસો ખોલવાની ધમકી પણ આપી પણ કિરીટભાઈ તાબે ના થયા એ જોતાં તેમને સાચવી લેજો. હાર્દિકે એમ પણ કહ્યું કે, આપણા 144 પાટીદારો હજુ જેલમાં છે, તેમને બહાર કાઢવા અને અનામત લેવા હુ઼ં અને લાલજી એક જ છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિરીટ પટેલ કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડે તેવા સંકેત છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ કાનજી દેસાઇ, શહેર પ્રમુખ લાલેશ ઠક્કર, પાલીકા પૂર્વ પ્રમુખ અલકાબેન પટેલ, જાગૃતિબેન પટેલ,ચંદનજી ઠાકોર, દિપક અમીન, સિદ્ધપુરના દશરથ પટેલ તેમજ કોંગ્રેસના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા તેના પરથી આ સંકેત મળ્યો છે.
હાર્દિકે હાકલ કરી કે કે, 28 ઓગસ્ટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા પાટણ આવી રહ્યા છે ત્યારે બહેનો તમારા હથિયાર સજાવી દો. તેઓ બીજી વાર ન આવે તેવા હાલ કરીને મોકલો પણ એક કિરરીટ પટેલને સાચવી લેજો. હાર્દિકની વાત પરથી સ્પષ્ટ છે કે, કિરીટ પટેલ ચૂંટણી લડશે.
કિરીટ પટેલ વ્યવસાયે વકીલ છે અને લો કોલેજમાં અધ્યાપક તરીકે પણ કામ કરે છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર એવા કિરીટ પટેલની ગણતરી હાર્દિકની નજીકના માણસો તરીકે થાય છે. હાર્દિક સુરત જેલમાં બંધ હતો ત્યારે તેણે પાસના જે નવી કન્વિનરોની નિમણૂક કરી તેમાં કિરિટ પટેલ એક હતા.
હાર્દિકની આ હાકલના કારણે આ કિરીટ પટેલ કોણ તેવો સવાલ પાટીદારો અને સામાન્ય લોકોમાં પણ પૂછાવા માંડ્યો છે. મોટા ભાગના પાટીદારો પણ કિરીટ પટેલના નામથી અજાણ છે. પાટણના કિરીટ પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર છે તેના સિવાય તેમના વિશે બીજી વિગતો લોકોને ખબર નથી.
પાટણ: પાટણમાં ‘એક શામ શહીદોં કે નામ ’ કાર્યક્રમ પ્રસંગે યોજાયેલી જંગી જાહેર સભાને સંબોધતાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દીક પટેલે ભાજપના નેતાઓને પાઠ ભણાવવા હાકલ કરી હતી પણ સાથે સાથે એવું પણ કહ્યું હતું કે, એક કીરીટ પટેલને સાચવી લેજો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -