✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જયશ્રીગિરી પતિને છોડીને મુસ્લિમ અયુબ સાથે ભાગીને હસીનાબાનુ બની હતી, જાણો તેના અંગત જીવનની ચોંકાવનારી વાતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Feb 2017 10:32 AM (IST)
1

બારડની આ કેસમાં ધરપકડ કરાઈ હતી ત્યારે હોસ્પિટલમાંથી તકનો લાભ લઇ પોલીસોને લાંચ આપીને છટકી ગયો હતો. આ ઘટનામાં મુનીનું મોત આકસ્મિક રીતે નહોતું થયું પણ તેમની હત્યા થઇ હોવાની મુનીના સેવક જયંતીભાઇ પ્રજાપતિએ શંકા વ્યકત કરી વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

2

રાજન બારડ ચકચારી મુકતેશ્વર મહાદેવ મઠના મુની સંજયગીરીની હત્યા કેસનો શકમંદ આરોપી છે. મુક્તેશ્વર મહાદેવ મઠના વિવાદાસ્પદ સાઘ્વી જયશ્રીગીરી, રાજન બારડ અને અન્ય કેટલાક શખ્સો સામે હત્યાના શકમંદ તરીકે નામ અપાયાં પછી સાઘ્વી જયશ્રીકાગિરિ અને રાજન બારડ ફરાર થઇ ગયા હતા.

3

બારડનો આક્ષેપ છે કે અનેક લોકોને ફસાવનાર સાધ્વી અને તેના ગુરૂ પાયલટ બાબા પણ લોકોને છેતરવાના ધંધા કરે છે. વૈભવી જીવન જીવતી સાધ્વી મોટા અધિકારીઓના નામે નાણા અને સંપત્તિ પડાવે છે. સંખ્યાબંધ રાજકારણીઓ અને અધિકારીઓને જયશ્રીએ ઓબ્લાઇઝ કરેલા છે, તેથી તેના ગોરખધંધા બહાર નથી આવ્યા.

4

જયશ્રીકાગિરીનો હાલનો પતિ બીપીન ભોગીલાલ બારોટ હકીકતમાં અયૂબ પઠાણ ઉર્ફે શક્તિ છે. અયુબથી તેને એક દીકરો અને એક દીકરી થયાં હતાં અને એ બંનેને પરણાવેલાં છે. બારડના મતે જયશ્રીકાગિરિ ગુનાખોરીની માનસિકતા ધરાવે છે. જયશ્રીકાગિરિ બન્યા પછી તે કયાંક પોતાની ઓળખ ચંદ્રીકા તરીકે પણ આપે છે.

5

થોડો સમય હસીનાબાનુ તરીકે રહ્યા પછી જયશ્રીકાગિરીએ નામ બદલી નાંખ્યું અને જયા બની ગઈ. જયા બન્યા પછી તે આણંદ જિલ્લાના ખંભાતમાં આવીને રહી હતી. તેણે પોતાના પતિનું નામ પણ બદલીને બિપિન બ્રહ્મભટ્ટ કરી દીધું. ખંભાતમાં તેણે ઘણાં લોકોને ચૂનો લગાડ્યો અને તે અંગે કોર્ટ કેસ પણ ચાલે છે.

6

રાજન બારડે કરેલા દાવા પ્રમાણે જયશ્રીકાગિરિનું હકીકતમાં મૂળ નામ હસુમતિ છે. જયશ્રીકાગિરિ વીજાપુર ખાતે આવેલા ખણુસા ગામની છે. તેનાં પહેલાં લગ્ન બનાસકાંઠામાં તેમના સમાજના યુવક સાથે કરાયાં હતાં પણ જયશ્રીકાગિરીને પોતાનો પતિ પસંદ નહોતો તેથી તે સાસરીમાં જવાનું ટાળતી હતી.

7

હસુમતી ફિલ્મો જોવાની શોખીન હતી તેથી ખણુસા પાસે આવેલા વિજાપુરના થીયેટરમાં ફિલ્મો જોવા જતી. હસુમતિ વીજાપુરના થીયેટરનાના ટિકિટ ચેકર અયુબ પઠાણના પ્રેમમાં પડી હતી અને તેની સાથે ભાગી ગઈ હતી. અયૂબ પઠાણ સાથે ભાગીને લગ્ન કર્યા બાદ તે હસીનાબાનુ બની ગઈ હતી.

8

અમદાવાદઃ બનાસકાંઠાના વિવાદાસ્પદ સાધ્વી જયશ્રીકાગિરિ વિશે એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે ત્યાં જયશ્રીકાગિરિના પૂર્વ અંતેવાસી રાજન બારડે બહુ મોટો ધડાકો કર્યો છે. બારડનો દાવો છે કે જયશ્રીકાગિરીનો વર્તમાન પતિ બિપન બારોટ વાસ્તવમાં મુસ્લિમ છે અને તેનું અસલી નામ અયુબ પઠાણ છે.

  • હોમ
  • ગુજરાત
  • જયશ્રીગિરી પતિને છોડીને મુસ્લિમ અયુબ સાથે ભાગીને હસીનાબાનુ બની હતી, જાણો તેના અંગત જીવનની ચોંકાવનારી વાતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.