સુરેન્દ્રનગર: ભાજપના ક્યા સંસદસભ્યને યુવકે સ્ટેજ પર ચડીને લાફો ઠોકી દીધો ? જાણો મહત્વની વિગત
આ યુવાને શંકર વેગડના તેમના હાથમાંથી માઇક ઝૂંટવી લાફો મારી લીધો હતો. આ શખ્સે કેમ આવું પગલુંભર્યું તે અંગે કોઇ જાણકારી મળી નથી, પરંતુ પ્રાથમિક તબક્કે આ શખ્સની ઓળખ થાનના રામભાઇ તરીકે થઇ છે. આ ઘટના પાછળ આંતરિક જૂથબંધી જવાબદાર હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગરમાં માલાધારી સમાજ દ્વારા જીન કન્પાઉન્ડમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના રાજ્યસભાના સાંસદ શંકર વેગડને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. શંકર વેગડ સ્ટેજ પર ભાષણ આપી રહ્યાં હતાં ત્યારે જ એક યુવાન સ્ટેજ પર ચઢી આવ્યો હતો.
વેગડનું ભાષણ ચાલુ હતું ત્યારે અચાનક જ એક યુવાન સ્ટેજ પર ચઢી આવ્યો હતો અને તેણે શંકર વેગડને લાફો માર્યો હતો. સ્ટેજ પર સમાજ તથા ભાજપના આગેવાનો પણ હાજર હતા. યુવકે શંકર વેગડે સમાજ માટે કશું ના કર્યું હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ શંકર વેગડે આવું કશું નથી બન્યું એવું કહ્યું હતું.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં માલાધારી સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં હાજરી આપવા આવેલા ભાજપના સાંસદ શંકર વેગડને એક શખ્સે લાફો ઠોકી દીધો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. સમૂહ લગ્નમાં શંકર વેગડ સ્ટેજ પર ભાષણ આપી રહ્યાં હતાં, ત્યારે આ ઘટના બની હતી. વેગડ રાજ્યસભાના સભ્ય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -