Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત ચૂંટણીઃ વિધાનસભાની આ બેઠક પર માત્ર 170 મતે થઈ જીત, જાણો ક્યા પક્ષે મારી બાજી
આ રસાકસિ ભરી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારને માત્ર 170 મતથી માત આપી હતી. કોંગ્રેસના ઉમેદવારને 93000 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવારને 92830 મત મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ બધાની વચ્ચે કપરાડા વિધાનસભા બેઠક વધારે રસાકસી ભરી રહી હતી. આ બેઠક પર ભાજપના ઉમેદવાર રાઉત મધુભાઈ બાપુભાઈ હતા જ્યારે સામે કોંગ્રેસે જીતુભાઈ ચૌધરીને ઉતાર્યા હતા.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભાજપ ફરી સત્તા મેળવવામાં સફળ રહી છે જોકે બીજી બાજુ કોંગ્રેસે પણ આ વખતે ભાજપને જોરદારની ટક્કર આપી છે. આ વખતે ખૂબ ઓછા માર્જિન સાથે જીતનારા ધારાસભ્યોની સંખ્યા ઘણી છે જે દર્શાવે છે કે એક વોટની પણ કેટલી કિંમત હોય છે.
તેવી જ રીતે અમદાવાદ જિલ્લાની ધોળકા બેઠક પર ખૂબ ઓછા માર્જિન સાથે ભાજપની જીત થઈ હતી. ભાજપે આ સીટ પર દિગ્ગજ નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ઉતાર્યા હતો તો સામે કોંગ્રેસે અશ્વિનભાઈ રાઠોડને ઉતાર્યા હતા. આ સીટ પર ભાજપને માત્ર 327 મતથી જીત મળી હતી. જેમાં ભુપેન્દ્રસિંહને 71530 મત અને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈને 71203 મત મળ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -