પાલનપુરઃ કોંક્રિટ મિક્સર પુલ પરથી નીચે પડતાં બેનાં મોત, ત્રણ ગંભીર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Sep 2018 02:52 PM (IST)
1
2
3
આ અંગેની વિગતો એવી છે કે, આજે સવારે પાલનપુરના મેરવાડા પુલ નીચે મજૂરો કામ કરી રહ્યા હતા. દરમિયાન કોંક્રિટ મિક્સર પુલ પરથી નીચે ખાબક્યું હતું. જેમાં નીચે દટાઇ જતાં બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચી હતી.
4
આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમજ મિક્સર નીચે દટાયેલા મજૂરોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે મૃતકના પરિવારજને રોકકડક કરી મૂકતા વાતાવરણમાં ગમગની ફરી વળી હતી.
5
પાલનપુરઃ શહેરના મેરવાડા પુલ પરથી કોંક્રિટ મિક્સર પુલ પરથી નીચે ખાબકતાં બે મજૂરોના મોત થયા છે. જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.