અમરેલી: દલખાણિયા રેન્જમાં વધુ 2 સિંહના મોત, મોતનો આંકડો 13 પર પહોંચ્યો
જે વિસ્તારમાં ૧૧ સિંહોના મૃત્યુ જોવા મળેલા એ વિસ્તારમાં ગઇ કાલે સ્ટાફ દ્વારા પાંચ થી છ માસનું સિંહબાળ બીમાર અવસ્થામાં જોવામાં આવેલું. જેને ગઇ કાલે જસાધાર રેસ્ક્યુ સેન્ટર ઉપર લાવીને સારવાર આપવામાં આવેલું પરંતુ આજે સવારે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયેલુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર પૂર્વમાં આવેલી દલખાણિયા રેંજમાં છેલ્લા 12 દિવસમાં એક જ જગ્યાએ એક સાથે 13 સિંહોના મોતથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. જો કે, વન વિભાગ હજી એવુ કહી રહ્યું છે કે, આ તમામ સિંહોના મોત ઇન્ફાઇટીંગના કારણે થયા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સિંહોના મૃત્યુનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. કેમ કે, કેટલાક સિંહો હજુ પણ બિમાર છે એમ જાણવા મળે છે.
અમરેલી: દલખાણિયા રેન્જમાં વધુ બે સિંહોનાં મોત થતા સિંહોના મોતનો આંકડો 13 પર પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ, સોમવારે દલખાણિયા રેન્જમાં ચાર વર્ષની એક સિંહણ મૃત હાલતમાં મળી. જ્યારે આજ વિસ્તારમાંથી ગઇ કાલે એક સિંહબાળ મૃતહાલતમાં મળ્યુ હતું અને તેને જસાધાર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં આ સિંહબાળનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -