કેનેડાથી ગુજરાતી ક્રિશનો વધુ એક વીડિયો વાયરલ, ભૂરીયા સાથે શું કર્યું? જાણો વિગત
ઓગસ્ટમાં કાઠિયાવાડી લહેકામાં વિદેશની લાઈફસ્ટાઇલ અંગે જણાવતો ક્રિશ ભંડેરીનો ફની વીડિયો બહુ જ વાયરલ થયો હતો. આ વીડિયોને મળેલા પ્રતિસાદ બાદ ક્રિશે વધુ બે વીડિયો બનાવ્યા હતા. આ ફની વીડિયોના કારણે ક્રિશ ભંડેરી રાતોરાત લાઈમ લાઈટમાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિશના પિતા પહેલા ગામના સરપંચ હતાં. પરંતુ તેનો પરિવાર છેલ્લા પાંચ વર્ષથી સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. કન્ટ્રક્શનના કામ કાજ સાથે સંકળાયેલા ક્રિશના પિતાએ જણાવ્યું હતું કે, અમારા પરિવારમાંથી ક્રિશ પહેલો એવો વ્યક્તિ છે જે વિદેશ ગયો હોય અને તેના વાયરલ થઈ રહેલા વીડિયોથી અમે બધાં ખૂબ ખુશ છીએ.
ક્રિશે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. વીડિયોમાં ક્રિશ તેના ફોરેનર ફ્રેન્ડને કાઠિયાવાડી ભોજન ખવડાવી રહ્યો છે. મિક્સ વેજીટેબલ સબ્જી અને બાજરીના રોટલા સાથે ઘીની મોજ માણી રહ્યા છે. વધુ એક વીડિયોમાં તે તેના મિત્ર સાથે ગરબા રમી રહ્યો છે.
કેનેડામાં બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરવા ગયેલા ક્રિશ ભંડેરી મૂળ જામનગરના જામજોધપુરના માંડાસણ ગામનો રહેવાસી છે. ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો હવે વાયરલ થયો છે. આ વીડિયોમાં ક્રિશ તેના ગોરા મિત્રને ઘરે બોલાવી કાઠિયાવાડી ભોજન કરાવી રહ્યો છે અને મિત્રો સાથે ગરબા કરી રહ્યો છે.
દર વખતની જેમ આ વખતે પણ ક્રિશ પોતાના હાસ્યાસ્પદ અંદાજમાં ગુજરાતીઓના વખાણ કરી રહ્યો છે અને તેના મિત્ર જોન સાથે મજાક-મસ્તી કરતો જોવા મળ્યો છે. જેમાં ક્રિશ કહે છે કે ‘ભાઈ ભાઈ મજા પડી ગઈ, ભુક્કા કાઢી નાખ્યા’.
કેનેડામાં બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરવા ગયેલા ગુજરાતી યુવક ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વખતે ક્રિશે કેનેડાના સ્થાનિક મિત્રને ગુજરાતી જમવાનું ખવડાવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -