ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી યુવકે કર્યો આત્મવિલોપન, હોસ્પિટલમાં નિપજ્યું મોત
યુવાનની પુછપરછ કરતાં સિહોરમાંથી બે દિવસ પૂર્વે ભુગર્ભ ટાંકામાં સંઘરી રખાયેલ મસમોટો વિદેશી દારૂનો જથ્થો પોલીસે રેડ કરી કબજે લીધો હતો તેની બાતમી આપી હોવાની દાઝ રાખી સિહોરના બુટલેગર જયેશ ભાણીજી ધાક-ધમકી આપતો હોય જેના કારણે પોલીસ મથકમાં આવી પગલું ભરી લીધાનું એસ.પી.એ જણાવ્યું હતું.
પોલીસ કર્મચારી ઉભા થઈને બચાવવા જાય તે પહેલા જ યુવાને દિવાસળી સળગાવી જાતે અગ્નિસ્નાન કરી લેતાં પોલીસ કર્મી સ્તબ્ધ થઈ ગયા હતા. તાત્કાલિક આગ બૂજાવી ગંભીર રીતે દાઝેલા યુવાનને પ્રથમ સિહોર અને ત્યારબાદ વધુ સારવાર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખેસેડાયો હતો.
સિહોરના કરકોલીયા રોડ પર રહેતા ગીરીશ જીવરાજભાઈ બારૈયા નામનો યુવાન રવિવારે સાંજે 6 વાગે સિહોર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસ કર્મી કશું વિચારે કે સમજે તે પહેલા જ યુવાને પોતાની સાથે લાવેલા કેરોસીન ભરેલી બોટલમાંથી માથામાં કેરોસીન રેડી દીધું હતું.
આ ઘટનાના પગલે ભોગગ્રસ્ત યુવાનને પોલીસે તાબડતોબ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં એસ.પી. સહિતનો પોલીસ કાફલો અને દલિત સમાજના લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા. દલિત યુવાનના મોતના પગલે તણાવ ફેલાયો જોવા મળ્યો છે. સિહોરમાં પણ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
ભાવનગર: રવિવારે સાંજે 6 વાગે ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં અચાનક દોડીને આવેલા યુવાને પોલીસ કર્મીઓની નજર સામે જ માથામાં કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં દોડધામ મચી ગઈ હતી. જોકે દલિત યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.