કચ્છઃ સવારથી અત્યાર સુધીમાં ભૂકંપના 6 આંચકા આવતાં લોકોમાં ફફડાટ
ભુજઃ કચ્છમાં વહેલી સવારથી લઈને અત્યાર સુધીમાં ભૂકંપના છ-છ આંચકા આવતાં લોકો ભયભીત થઈ ગયા છે. આ સવારે આવેલો આંચકો અંજાર, ગાંધીધામ,રાપર,ભચાઉમાં ભૂકંપનો તેજ આંચકો મહેસૂસ થયો હતો. ભૂકંપના ઝટકાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છમાં ભૂકંપના આંચકાઓ હજુ સુધી યથાવત છે. સવારના 4 વાગ્યાથી અત્યાર સુધી 6 ભૂકંપના આંચકા નોંધાયા છે. તમામ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીકનું છે. બપોરે 12:16એ 3.1નો ભૂકંપનો આંચકો અનુભવાયો, તેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 10 km દૂર NNE બાજુએ હતું.
સવારે 4:03 એ એક ભૂકંપનો આંચકો નોંધાયો, જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7 હતી. બીજો 3.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો 4:06 એ નોંધાયો. ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 24 કિ.મી દૂર ESE બાજુએ હતું. ભૂકંપના આંચકાથી ભયભીત થઈ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -