ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા, વાઘાણીએ પહેરાવ્યો ખેસ
ગાંધીનગરઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા વિધિવત રીતે ભાજપ સાથે જોડાઇ ચૂક્યા છે. કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપને ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સાથે જ હવે બપોર બાદ કુંવરજી બાવળીયાને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવા માટે શપથ વિધિ યોજાશે. કુંવરજી જસદણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે કહ્યું હતું કે, કુંવરજી બાવળીયા બપોર બાદ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.
રાજકોટ જિલ્લાની જસદણ બેઠક પરથી તેઓ 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. કુંવરજી બાવળીયા રાજકોટ બેઠક પરથી સંસદ સભ્ય પણ રહી ચુક્યા છે. કુંવરજી બાવળીયા કોળી સમાજમાંથી આવે છે. કોળી સમાજ પર કુંવરજી બાવળીયા સારું પ્રભુત્વ ધરાવે છે. છેલ્લા ધણા સમયથી તેઓ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા.
એવું પણ કહેવાઇ રહ્યું છે કે, ભાજપે લોકસભા પહેલા કુંવરજી બાવળીયાને પક્ષમાં લઇને ભાજપે નારાજ કોળી સમાજને પક્ષમાં લાવવાની કોશિશ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -