દાહોદ: સ્કુલમાં શિક્ષિકા સાથે પ્રેમલીલા કરનારા કોંગ્રેસના મહિલા નેતાના પતિ નિકળ્યા, જાણો વિગત

Download ABP Live App and Watch All Latest Videos
View In App

આ તમામ 10 મુદ્દાઓ સાથે સંજેલી તાલુકાની ભામણ પ્રાથમિક શાળામાં થતી હોવાની આચાર્ય સામે તપાસ કરવા માટે ગામના માજી સરપંચ અને સરપંચના પતિ પંચાયતના સભ્ય સહિત 17 જેટલા આગેવાનોએ તાલુકા જીલ્લા ગાંધીનગર અને શિક્ષણ મંત્રી કેન્દ્રીય મંત્રીને લેખિત રજૂઆત કરતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
સંજેલીના ભામણ ખાતે છેલ્લા ઘણાં સમયથી સ્થાનિક કક્ષાએ આચાર્ય વિરૂદ્ધ અનેક ફરીયાદો ઉઠી હતી. પરંતુ રાજકીય વગ ધરાવતા આચાર્ય વિરૂદ્ધ કોઇ લેખિત રજૂઆત આપતું ન હતું. શાળામાં પ્રેમલીલા કરતા હોવાની વીડિયો કરી શાળાના બાળકોનું ભવિષ્ય ધ્યાને લઈ શાળામાં ચાલતી લાલયાવાડી અને પ્રેમલીલા, ગ્રાંટોની દૂર ઉપયોગ થયાની જાણ થતાં 10 મુદ્દા સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
આ સાથે ગામના માજી સરપંચ અને સરપંચના પતિ પંચાયતના સભ્ય સહિત 17 જેટલા આગેવાનોએ 10 જેટલા મુદ્દા સાથે તાલુકા જીલ્લા ગાંધીનગર શિક્ષણ મંત્રી સહિત લેખીત રજૂઆત કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભામણ ખાતે આવેલી જીલ્લા શિક્ષણ શાખા હસ્તકની પ્રાથમિક શાળાના આચાર્ય અને સંજેલી તાલુકા શિક્ષણ સંઘના ઉપપ્રમુખ અને તાલુકા મહિલા કોંગ્રેસ મોરચાના પતિનો શાળામાં જ પ્રેમલીલાની હરકત કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.
દાહોદ: શાળામાં પ્રેમી યુગલ વચ્ચેની પ્રેમલીલાના વાયરલ થયેલા વીડિયોએ દાહોદમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રેમી યુગલ શાળાના આચાર્ય અને શિક્ષિકા વચ્ચેની પ્રેમલીલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લાના જ સંજેલી તાલુકાની એક શાળાના જ આ બંન્ને શિક્ષકો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -