માઉન્ટ આબુમાં મુશળધાર 12 ઇંચ વરસાદ, અમીરગઢમાં ભારે વરસાદને પગલે 15 ગામો એલર્ટ પર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાભેલા, આવલ, ગઢડા, ઘૂંમટી, રબારીયા, ડામોરવાસ, જાબા,ખારી, સોનવાડી, સવનિયા ગામ વિખુટા પડ્યા છે. જ્યારે ડાભેલા, આવલ, ગઢડા, ઘુમટી, રબારીયા, ડામોરવાસ, જાબા, ખારી, સોનવાડી, સવનિયા, કિડોતર, કાકવાડા, સરોત્રા, જૂની સરોત્રી, બાલુન્દ્રા વિગેરે ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે.
માઉન્ટ આબુમાં 10 ઇંચ ઉપરાંત વરસાદ ખાબકતા મોડી રાત્રે દિવાલ પડી હતી. જેમાં એક પુરૂષ અને એક મહિલાનું મોત થયું હતું. જ્યારે પાંચ વ્યક્તિને ઇજા થતાં નજીકના દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. જ્યારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આમ બનાસનદીમાં પાણી આવતાં બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
અમીરગઢ તાલુકામાં 3 ઈંચ ઉપરાંત વરસાદ જ્યારે માઉન્ટ આબુમાં 10 ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે બનાસ નદીમાં પાણીનું ઘોડાપુર આવતા તેમજ જુનિરોહ ગામ નજીક 10 ગામોને સાંકળતા નદીના પટ પર બનાવેલા રપટ પર પાણી ફરીવળતા 10 ગામો તાલુકા મથકથી વિખુટા પડી ગયા હતા.
અમીરગઢમાં પણ ભારે વરસાદને પગલે 10 ગામો તાલુકા મથકથી વિખુટા પડ્યા હતા. જ્યારે માઉન્ટમાં દીવાલ પડી જતા બે વ્યક્તિના મોત થયા હતા. અમીરગઢ તંત્ર દ્વારા 15 ગામોને નદીના પટમાં ન ઉતરવા સૂચના આપી છે. જ્યારે બનાસનદી બે કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
અમદાવાદ: પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ સાથે બારે મેઘ ખાંગા થયા હતા. જેને પગલે માઉન્ટ આબુમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ બની હતી. લોકોના ઘરોમાં-દુકાનોમાં અને બજારોમાં પાણી ફરી વળ્યા હતા. ૧૨ ઇંચ વરસાદને પગલે આબુનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ હતું, સ્થાનિક લોકોથી લઇ પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આબુમાં એક સ્થળે દિવાલ પડતાં બે વ્યકિતઓના મોત નીપજયા હતા. તો, વૃક્ષો પડવાના કારણે વાહનોને નુકસાનીના બનાવો પણ સામે આવ્યા હતા. વરસાદી તારાજી વચ્ચે ફસાયેલી છ વ્યકિતઓને સ્થાનિક તંત્ર દ્વારા બચાવી લેવાઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -