જામનગર: પોલીસે સ્કુટરનું ચેકિંગ કર્યું અને ફૂટ્યો ભાંડો, મળી 500-1000ની રૂપિયા 1 કરોડની જૂની નોટો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે તમામ નોટ શક પડતી મિલકત તરીકે કબ્જે કરી વકીલ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
તલાસી દરમ્યાન મોટરસાયકલમાં રહેલાં થેલામાંથી રૂ.1000ના દરની રદ થયેલી નોટ 3500 કુલ કીંમત રૂ.35 લાખ અને રૂ.500ના દરની રદ થયેલી નોટ 13000 કુલ કીંમત રૂ.65 લાખ મળી કુલ રૂ.1 કરોડની ભારતીય બનાવટની રદ થયેલી નોટો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
જેના આધારે સાંજે એલસીબી સ્ટાફ ચેકીંગમાં હતો ત્યારે રણજીતનગર પટેલ સમાજ પાસેથી લાલ કલરના એકટીવા મોટર સાયકલ નં.જીજે 10 સીબી 9401 પર પસાર થતાં મહમદસીદીક ઇબ્રાહીમ કુરેશી(ઉ.વ.60) (ધંધો વકીલાત) (રે.ધાંચીની ખડકી પાસે,ખોજા નાકા ઉપર,)ને આંતરી તેની તલાસી લીધી હતી.
શહેરભરમાં ચકચાર જગાવનાર બનાવની મળતી વિગત અનુસાર શુક્રવારના રણજીતનગર પટેલ સમાજ પાસેથી વાહન પર શખ્સ ભારતીય બનાવટની રદ થયેલી ચલણી નોટ લઇ પસાર થવાની બાતમી એલસીબીને મળી હતી.
જામનગર: જામનગરમાં રણજીતનગર પાસેથી એલસીબીએ રૂ.500 અને 1000ની એક કરોડ રૂપિયાની જૂની નોટ સાથે વકીલને પકડી પાડતા ભારે ચકચાર જાગી છે. પોલીસે ભારતીય બનાવટની રદ થયેલી ચલણી નોટ શક પડતી મીલકત તરીકે કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. વકીલે સ્કુટરમાં થેલામાં નાણાં રાખ્યા હતા પરંતુ પોલીસના ચેકીંગમાં ભાંડો ફૂટી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -