Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના વાતાવરણમાં પલટો, ભરશિયાળે ક્યાં-ક્યાં પડ્યો કમોસમી વરસાદ, જાણો વિગત
ગાંધીધામ ઉપરાંત અંજાર અને ભચાઉ સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. પાટણમાં પણ પવન સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકમોસમી વરસાદના કારણે જીરું, ધાણા જેવા પાકોને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં ભરશિયાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યના અનેક જિલ્લા-તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થવાની આશંકા થઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
દ્વારકાના મીઠાપુર, સુરજકરાડી અને ઓખા ગામ તથા આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. મીઠાપુરમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. જ્યારે ઓખામાં વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંકક પ્રસરી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -