પુરમાં તણાય નહીં એ માટે સિંહણે બે બચ્યાં સાથે લીધો ટેકરાનો સહારો, જુઓ અમરેલીની તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકહેવાય છે કે ચોમાસાના ઋતુમાં સાવજો પોતાનું રહેઠાણ ઉંચા ટેકરા પર બનાવી લેતા હોય છે. પરંતુ આવા દ્રશ્યો જોવા દુર્લભ હોય છે. આ દ્રશ્યો ખાંભા તાલુકાના કોળિયા ગામની સીમના છે. લાખાભાઇ વાળા નામના ખેડૂતની વાડીમાં આ સિંહણ પોતાના બે બચ્ચા સાથે સુરક્ષિત ટેકરા પર બેઠી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
માહિતી અનુસાર, જિલ્લાના ખાંભા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વિસ્તારની તમામ નદીઓ અને નાળા બે કાંઠે વહી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં વસતા સાવજો પોતાના પરિવાર સાથે ક્યાં રહેતા હશે? તેવો સવાલ ઉઠતો હોય છે. પરંતુ જમીનથી લગભગ 50 મીટર ઉંચા ટેકરા પર આ સિંહણે પોતાના બે બચ્ચાને બચાવવા સહારો લીધો હતો.
અમરેલીઃ છેલ્લા 24 કલાકથી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જિલ્લાના ખાંભા તાલુકામાં વરસાદે તબાહી મચાવી છે. સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. માણસો તો લાચર બન્યા છે સાથે સાથે જાનવરો પણ લાચારની સ્થિતિમાં આવી ગયા છે. માણસોને રેસ્ક્યૂ કરવા સરકારે એનડીઆરએફની ટીમો ઉતારી છે. ત્યારે આ બધાની વચ્ચે જાનવરો પોતાના બચ્યાંઓને જાતે જ રેસ્ક્યૂર કરી રહ્યાં છે. અહીં સિંહણે પુરમાં તણાતાં બે બચ્યાંને ટેકરાના અદભૂત રીતે રેસ્ક્યૂ કર્યુ હતું, જેની તસવીરો સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -