ભારે વરસાદના કારણે અમરેલી જિલ્લાના ગામડાંઓમાં કેવી છે હાલત, જુઓ તસવીરો
મોડીરાતે બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે આસપાસના ગામોમાં પાણી ભરાયા હતાં. ભારે વરસાદના કારણે મોટા દેવળીયાની ફુલજરીયા નદીમાં ઘોડાપુર જોવા મળ્યું હતું. ભારે વરસાદના કારણે બળેલ, પીપરીયા. ખીજડી, કોટડી અને ફુલજર સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે.
અમરેલી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે રાજુલા-જાફરાબાદ હાઈવે પર પાણી ફરી વળ્યાં છે. જેના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે. રાજુલા, જાફરાબાદ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્કુલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
ભારે વરસાદથી ગામમાં 8થી 9 ફૂટ પાણી ઘૂસી ગયા છે. જ્યારે ગામમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. આ ઉપરાંત બાબરા તાલુકાના ફુલજર ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. જ્યારે અમરેલી-વડીયાનો સુરવો ડેમનો એક ફૂટ દરવાજો ખોલવામાં આવ્યો છે.
અમરેલી: છેલ્લા એક અઠવાડિયાથી અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેમાં જાફરાબાદનું વઢેરા ગામ છેલ્લા 48 કલાકથી પાણીમાં ગરકાવ થઈ ગયું છે.