ગુજરાતી ફિલ્મમાં પહેલી વાર ‘લિપ ટુ લિપ કિસ’, કઈ એક્ટ્રેસે ક્યા એક્ટરને કરી છે આ કિસ? જાણો વિગત
અમદાવાદઃ હિન્દી ફિલ્મોમાં ચુંબન એટલે કે કિસ સીન સામાન્ય છે પણ ગુજરાતી ફિલ્મોમાં હજુ એવાં દૃશ્યો નથી બતાવાતાં. જોકે આ પરંપરા તૂટવામાં છે અને ગુજરાતી ફિલ્મમાં પહેલી વાર ‘લિપ ટુ લિપ કિસ’ જોવા મળશે. આ કિસ સીન કિંજલ રાજપ્રિયા અને મલ્હાર ઠાકરનો છે.
આ વર્ષે મલ્હાર ઠાકરની ‘શું થયુ’ અને ‘શરતો લાગુ’ બે ફિલ્મ રિલીઝ થઇ અને બંને બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ. આ ફિલ્મ સાહેબમાં અર્ચન ત્રિવેદી વિલનના કિરદારમાં દેખાશે. ફિલ્મનું ટીઝર જોયા બાદ દર્શકોમાં ઉત્સુક્તા વધી રહી છે. આ ફિલ્મ ફેબ્રુઆરી 2019માં રિલીઝ થઇ રહી છે.
આ ફિલ્મ શૈલૈષ પ્રજાપતિએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને સાગર શાહ, આશિ પટેલ અને મલ્હાર ઠાકરે પોતે જ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે કિંજલ રાજપ્રિયા દેખાશે. આ પહેલાં બંને ‘શું થયુ’ ફિલ્મમાં એક સાથે જોવા મળ્યા હતાં. ફિલ્મના ટીઝરમાં કિંજલ મલ્હારને ‘લિપ ટુ લિપ કિસ’ કરતી હોય એવી સીન છે.
મલ્હાર ઠાકરનું ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’નું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રીયા, નિસર્ગ ત્રિવેદી અને અર્ચન ત્રિવેદી અભિનીત આ ફિલ્મ એક લીડરની વાર્તા કહે છે. ફિલ્મના ટીઝરમાં વિદ્યાર્થીઓનું આંદોલન દર્શાવવામાં આવ્યુ છે. ફિલ્મના ટીઝરમાં ડાયલોગ પણ દમદાર છે.