સાબરકાંઠામાં પરીણિત મુસ્લિમે હિન્દુ યુવતી સાથે બાંધ્યા સંબંધ, પછી ભગાડી ગયો, મુસ્લિમ સમાજે શું કર્યું એલાન?
આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ પોલીસ કાફલા સાથે દોડી આવ્યા હતા. તેમણે તરત જ બંને સમાજના આગેવાનોને બોલાવ્યા હતા. મુસ્લિમ સમાજે આ ઘટનાની નિદા કરી હતી અને હિદુ યુવતીના પરિવારને સમર્થન આપ્યું હતું. યુવકને પકડી લાવનારને 25 હજાર ઇનામ આપવાની મુસ્લિમ સમાજે જાહેરાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિંદુ સંગઠનોએ રેલી યોજી બજાર સજ્જડ બંધ કરવી ધરોઈ ત્રણ રસ્તા અને પોલીસ સ્ટેશન આગળ આવેલા હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. બાદમાં લોકોનું ટોળું પોલીસ સ્ટેશનમાં ધસી આવી યુવતીને પાછી લાવવા ઉગ્ર માંગ કરી હતી તથા પોલીસ સ્ટેશન પરિસરમાં સૂત્રોચ્ચાર કરવા લાગતાં વાતાવરણ તંગ બની ગયું હતું.
વડાલીમાં શુક્રવારે સાંજે મુસ્લિમ પરિણીત યુવકે હિન્દુ યુવતીને ભગાડી જઈ લગ્નના ફોટા અને લગ્નની કોપી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જેના પગલે શનિવારે સવારે હિન્દુ સમાજના સંગઠનો અને લોકો મોટી સંખ્યામાં જૂના બજારમાં એકઠા થયા હતા.
આ ઘટનામાં યુવકના પરિવારે મઉ ગ્રામ પંચાયતનું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું પણ આ પ્રમાણપત્ર ખોટું હોવાનું બહાર આવ્યું છે. તલાટીએ જણાવ્યું કે, લગ્નની નોંધણી મઉ ગ્રામ પંયાચતમાં કરાવાઈ નથી અને આ પ્રમાણપત્ર ખોટું છે. આ સ્પષ્ટતાના કારણે ભારે ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો.
બીજીતરફ વડાલી મુસ્લિમ પાંચ જમાતના આગેવાનોએ મુસ્લિમ સમાજ હિન્દુ પરિવારને સમર્થન જાહેર કરીને આ યુવકને જે કોઈ પકડી લાવે તેને 25 હજાર ઇનામ આપવાની જાહેરાત કરી હતી. તેમણે યુવતીને પાછી લાવી આપવાની ખાતરી પણ આપીને મામલો શાંત પડ્યો હતો.
શનિવારે હિન્દુ સંગઠનો, લોકોએ બજારો બંધ કરાવી રોડ ચક્કાજામ કરી પોલીસ સ્ટેશને ધસી જતાં તંગદીલી છવાઈ ગઇ હતી. આ ઘટનાને પગલે એસપી સહિતનો કાફલો દોડી આવ્યો હતો. રવિવારે પણ હિન્દુવાદી સંગઠનો અને લોકોએ અંબાજી- હિંમતનગર હાઈવે બ્લોક કર્યો હતો અને કેટલીક દુકાનોમાં તોડફોડ કરી હતી.
વડાલી: સાબરકાંઠાના જિલ્લાના વડાલીમાં એક પરિણીત મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેણે યુવતી સાથે એકાદ મહિના અગાઉ લગ્ન કરી લીધા બાદ શુક્રવારે તેને ઉઠાવી ગયો હતો. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં ભારે તંગદિલી છવાઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -