આણંદમાં મુસ્લિમ નેતાએ 20 વર્ષની યુવતીને ફોસલાવીને બાધ્યા સંબંધ પછી શું કર્યું, જાણો વિગતે
આણંદ શહેરના મહિલા પીએસઆઈ પારુલબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, યુવક તુફેલ મેમણ અને તેના બનેવીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેની માતા અને બહેન હાલ ફરાર છે જેને પકડવા પોલીસે શોધખોળ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન ગત 19મી ઓક્ટોબરના રોજ તુફેલે તેની બર્થ-ડે હોવાનું જણાવી તેની દુકાનમાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. યુવકને યુવતીની સગાઈ થઈ ગઈ હોવાનું અને તેના ફેબ્રુઆરીમાં લગ્ન લેવાના હોવાની જાણ થતાં જ તેણે ગત પહેલી જાન્યુઆરીના રોજ તેની બહેન સબીના, માતા સાથે મળીને યુવતીનું આણંદના સો ફૂટ રોડ સ્થિત વ્રજવાટિકા સોસાયટી પાસેથી રીક્ષામાં અપહરણ કર્યું હતું.
તુફેલ મેમણ અવાર-નવાર યુવતી પર પોતે યુવાનેતા હોવાનો અને આણંદનો બાપ હોવાનો રૂઆબ છાંટતો હતો. પોતાના સંપર્કોને કારણે કોઈ મારું કશું ઉખાડી શકશે નહીં તેમ કહીને ધમકી આપતો હતો. તેણે જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તે તેના પિતાની દુકાનને બંધ કરાવી દેવાની તેમજ મોબાઈલની દુકાન ચલાવતા તેના ભાઈને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ડરાવતો હતો.
તેમણે યુવતીને તેની મરજી વિરુદ્ધ નડિયાદ ખાતે યુવકના બનેવીના ઘરે લઈ જઈ ગોંધી રાખી હતી. આ બનાવની જાણ પરિવારજનોને થતાં જ તેમણે પોલીસ મથકે રજૂઆત કરી હતી. જેને પગલે પોલીસ તાબડતોબ નડીયાદ પહોંચી ગઈ હતી અને અપહરણ કરાયેલ યુવતીને છોડાવવામાં સફળ રહી હતી.
આણંદ: આણંદ અને ખેડામાં છેલ્લા ઘણાં વર્ષોથી લવ જેહાદના બનાવ બનતા હોય છે. ત્યારે આણંદમાં પાયોનિયર હાઈસ્કુલ નજીક રહેતી યુવતી સાથે આણંદના વિધર્મી યુવકે સોશિયલ મીડિયાથી પરીચય કેળવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી ત્યાર બાદ પ્રેમીએ યુવતીને પોતાની દુકાને બોલાવી છેડતી કરી હતી.
આણંદમાં પાયોનિયર હાઈસ્કુલ પાસેની સોસાયટીમાં રહેતી 20 વર્ષિય યુવતીના ચાર માસ અગાઉ સોશિયલ મીડિયા થકી મેમણ ગલીમાં રહેતા તુફેલ મેમણ નામના યુવકે પરિચય કેળવ્યો હતો. જોકે, યુવકે અવાર-નવાર વાતચીત કરી યુવતીને તેની પ્રેમજાળમાં ફસાવી હતી. વધુમાં તેને રૂબરૂ મળવા બોલાવવાનું શરૂ કર્યું હતું. યુવકે પોતે યુવા નેતા હોવાનો પ્રભાવ પાડીને યુવતીને ઈમ્પ્રેસ કરી હતી. યુવતી પણ તુફેલ મેમણને તેની રીચ ઓપ્ટીકલ નામની દાદા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનમાં મળવા જતી હતી.
વધુમાં લગ્નના ઈરાદે પરિવારજનો સાથે મળી તેનું અપહરણ કરી તેને નડિયાદ ખાતે ગોંધી રાખવામાં આવી હતી. આ અંગે પરિવારજનોએ આણંદ પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીને છોડાવી યુવક અને બનેવીની ધરપકડ કરી તેની માતા-બહેનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -